TRF and USA News : TRF હવે અમેરિકાની આતંકી યાદીમાં, પહલગામ હુમલાના જવાબદાર સંગઠન સામે કાર્યવાહી

Arati Parmar
By Arati Parmar 1 Min Read

TRF and USA News : અમેરિકાએ લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથ સાથે જોડાયેલા TRF એટલે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. શુક્રવારે અમેરિકાના વિદેશ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પહલગામમાં 26 લોકો પર થયેલા ગોળીબારની જવાબદારી TRFએ લીધી હતી. ત્યારપછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

શશી થરુરના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે અમેરિકાની લીધી હતી મુલાકાત

- Advertisement -

ખાસ વાત એ છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે થોડા સમય પહેલા અમેરિકા સહિત ઘણા દેશોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવામાં આવી હતી અને આતંકવાદ પર પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પાડવામાં આવ્યો હતો.

કઈ યાદીમાં સામેલ કર્યું

- Advertisement -

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે TRFને FTO એટલે કે વિદેશી આતંકવાદી સંગઠન અને સ્પેશિયલ ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ (SDGT) ની યાદીમાં મૂક્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે આ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્રની ‘અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા, આતંકવાદ સામે બદલો લેવા અને પહલગામ આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ન્યાય માટેના આહ્વાનને અમલમાં મૂકવાનું’ દર્શાવે છે.

Share This Article