India A Squad: વૈભવથી પ્રિયાંશ સુધી, આ 5 પ્લેયર્સને IPLમાં ચમકવાનું મળ્યું ફળ, ઇન્ડિયા એની ટીમમાં થયા સિલેક્ટ

Arati Parmar
2 Min Read
India A Squad

India A Squad: પુરુષ પસંદગી સમિતિએ શ્રીલંકામાં યોજાનારી આગામી વનડે ટ્રાય-સિરીઝ માટે ઇન્ડિયા ‘એ’ ટીમની પસંદગી કરી છે. 15 સભ્યોની ટીમની કમાન તિલક વર્માને સોંપવામાં આવી છે, જેમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પણ તક આપવામાં આવી છે. શ્રીલંકા ‘એ’, ઇન્ડિયા ‘એ’ અને અફઘાનિસ્તાન ‘એ’ વચ્ચે આ સિરીઝ 9-21 જૂન વચ્ચે રમવામાં આવશે. એવામાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે 5 ખેલાડીઓ વિશે, જેમને આઈપીએલ 2026 માં શાનદાર પ્રદર્શન કરવાને કારણે સિલેક્ટ કરવામાં આવ્યા છે.

વૈભવ સૂર્યવંશી

  • 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026 માં પોતાની બેટિંગથી ઘણું પ્રભાવિત કર્યું છે.

  • તેમણે અત્યાર સુધી 11 મેચોમાં 440 રન બનાવ્યા છે અને તેમનો સ્ટ્રાઈક રેટ 236.56 નો રહ્યો છે.

સૂર્યાંશ શેડગે

  • મુંબઈના યુવા બેટ્સમેન સૂર્યાંશ શેડગે આઈપીએલ 2026 માં પંજાબ કિંગ્સનો ભાગ છે.

  • સૂર્યાંશે પણ પોતાની બેટિંગથી દરેકને પ્રભાવિત કર્યા છે.

  • તેમણે 4 મેચોમાં મિડલ ઓર્ડરમાં આવીને 189.28 ના સ્ટ્રાઈક રેટથી 106 રન બનાવ્યા છે.

પ્રભસિમરન સિંહ

  • પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહનું બેટ આઈપીએલ 2026 માં જોરદાર ચાલ્યું છે.

  • તેમણે 11 મેચમાં 169.03 ના સ્ટ્રાઈક રેટથી અત્યાર સુધી 382 રન બનાવ્યા છે.

પ્રિયાંશ આર્ય

  • પ્રભસિમરન સિંહના જોડીદાર પ્રિયાંશ આર્યનું બેટ પણ આઈપીએલ 2026 માં આગ ઓકી રહ્યું છે.

  • આર્યએ 226.49 ના સ્ટ્રાઈક રેટથી આ સીઝનમાં અત્યાર સુધી 342 રન ફટકાર્યા છે.

હર્ષ દુબે

  • સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમનારા સ્પિનર હર્ષ દુબેએ પણ પોતાની બોલિંગથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

  • તેમણે આઈપીએલ 2026 માં અત્યાર સુધી 8 મેચોમાં 8 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો: Team India Captaincy: સૂર્યકુમાર યાદવની સાથે શ્રેયસ અય્યરનું પણ પત્તું કપાશે? CSK નો આ ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન – Newz Cafe

- Advertisement -
Share This Article