Advit Jewels IPO Listing: અદ્વિત જ્વેલ્સની શેરબજારમાં તોફાની એન્ટ્રી, ઈશ્યુ પ્રાઈસ કરતા ૩૬% પ્રીમિયમ પર લિસ્ટિંગ

Arati Parmar
2 Min Read

Advit Jewels IPO Listing: રાજસ્થાનના જયપુરની હેન્ડક્રાફ્ટેડ જ્વેલરી બનાવતી કંપની છે અદ્વિત જ્વેલ્સ (Advit Jewels). તેના શેરનું આજે બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) માં જોરદાર લિસ્ટિંગ થયું. આ કંપનીના શેર તેના ઈશ્યુ પ્રાઈસથી ૩૬% સુધીના પ્રીમિયમ પર લિસ્ટ થયા. આ કંપનીનો આઈપીઓ (IPO) ગત સપ્તાહે આવ્યો હતો.

કયા ભાવ પર લિસ્ટ થયા

- Advertisement -

નેશનલ સ્ટોક એક્સચેન્જ અથવા NSE પર તેના શેર ૧૮૮.૯૦ રૂપિયા પ્રતિ શેરના ભાવે ખુલ્યા. આ ઈશ્યુ પ્રાઈસ ૧૩૮ રૂપિયા કરતા ૩૬.૮% વધારે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અથવા BSE પર તેણે ૧૮૭ રૂપિયા પર ડેબ્યૂ કર્યું. આ IPO ના ઈશ્યુ પ્રાઈસ કરતા ૩૫.૫% નું પ્રીમિયમ દર્શાવે છે.

ગ્રે માર્કેટની અપેક્ષા મુજબ રહ્યું

- Advertisement -

અદ્વિત જ્વેલ્સનું આ લિસ્ટિંગ અનલિસ્ટડ માર્કેટની અપેક્ષાઓ મુજબ રહ્યું. ગ્રે માર્કેટમાં ગઈકાલ સુધી આ સ્ટોકનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) લગભગ ૫૦ રૂપિયાની આસપાસ હતું. આ પ્રાઈસ બેન્ડના અપર ઈશ્યુ પ્રાઈસ કરતા લગભગ ૩૬% નું પ્રીમિયમ દર્શાવી રહ્યું હતું.

ભારે રિસ્પોન્સ મળ્યો હતો

- Advertisement -

અદ્વિત જ્વેલ્સના IPO ને રોકાણકારોના તમામ વર્ગો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. અંતિમ દિવસ સુધી આ આઈપીઓ ને ૮૩.૯૭ લાખ શેરની સામે ૨૧૨.૬૩ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. જેમાં રિટેલ (ખૂદરા) રોકાણકારોનો હિસ્સો ૯૫.૩૦ ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) નો ક્વોટા ૫૩૬.૩૮ ગણો ભરાયો હતો.

કંપની ક્યાં કરશે પૈસાનો ઉપયોગ?

આ આઈપીઓ સંપૂર્ણપણે ૧.૨૦ કરોડ ઈક્વિટી શેરનો બિલકુલ ફ્રેશ ઈશ્યુ હતો, એટલે કે તેમાં કોઈ ઓફર ફોર સેલ (OFS) કમ્પોનન્ટ નહોતું. કંપની આ પૈસાનો ઉપયોગ પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો, દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરશે.

Share This Article