EPF Scheme 2026: પેન્શન ક્લેમમાં વિલંબ થયો તો મળશે ૧૨% વ્યાજ, નવી પેન્શન સ્કીમના નિયમો જાણો

Arati Parmar
2 Min Read

EPF Scheme 2026: શ્રમ અને રોજગાર મંત્રાલયે કર્મચારી પેન્શન યોજના (EPS), ૨૦૨૬નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ નવી યોજના જૂની કર્મચારી પેન્શન યોજના ૧૯૭૧ અને કર્મચારી પેન્શન યોજના ૧૯૯૫ (EPS-95)ની જગ્યા લેશે. આ બદલાવ સોશિયલ સિક્યુરિટી કોડ, ૨૦૨૦નો હિસ્સો છે અને ૨૯ જૂન ૨૦૨૬થી પ્રભાવી થઈ ગયો છે.

રાહતની વાત એ છે કે નવી પેન્શન સ્કીમમાં પેન્શન ઉપાડવાનું ફોર્મ્યુલા, કર્મચારી અને કંપનીનું યોગદાન તથા ઓછામાં ઓછી મળવાપાત્ર પેન્શન (મિનિમમ પેન્શન)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, પેન્શનની પ્રોસેસિંગ, પેન્શન ફંડના રોકાણની રીત અને મોડું થવા પર મળતા વળતરને લઈને કેટલાક નવા નિયમો જોડવામાં આવ્યા છે. હવે જો ઈપીએફઓ (EPFO) કોઈ પણ નક્કર કારણ વગર પેન્શન ક્લેમમાં વિલંબ કરે છે, તો તેણે ૧૨% વ્યાજ આપવું પડશે.

- Advertisement -

કોણ સામેલ થઈ શકે છે?

નોટિફિકેશન મુજબ, જે પણ વ્યક્તિ ૨૯ જૂન ૨૦૨૬ના રોજ અથવા તેના પછી ઈપીએફ (EPF) યોજના ૨૦૨૬ના સભ્ય બને છે અને જેનો પગાર સરકારી મર્યાદાની અંદર છે, તે આ નવી પેન્શન સ્કીમનો હિસ્સો બનશે. આ ઉપરાંત, જે લોકો પહેલાથી EPS-95 અથવા EPS-1971ના સભ્યો હતા, તેઓ પણ આ નવી સ્કીમમાં સામેલ થવાના હકદાર છે. જે લોકોને જૂની યોજનાઓ (૧૯૭૧ અથવા ૧૯૯૫) હેઠળ પહેલાથી પેન્શન મળી રહ્યું છે, તેમની પેન્શન કોઈપણ અવરોધ વગર ચાલુ રહેશે.

- Advertisement -

યોગદાનના નિયમો?

કંપનીઓ કર્મચારીના પગારનો ૮.૩૩% હિસ્સો પેન્શન ફંડમાં જમા કરશે. સરકાર પણ પગારનો ૧.૧૬% યોગદાન આપશે. જે કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ‘હાયર પેન્શન’ (વધારે પેન્શન)નો વિકલ્પ પસંદ કર્યો છે, તેમના કિસ્સામાં કંપનીનું યોગદાન વધીને ૯.૪૯% થઈ જશે (૧૫,૦૦૦થી ઉપરના પગાર પર).

- Advertisement -
Share This Article