Gujarat Farmer Protest: વિજપોલ મુદ્દે ખેડૂત આંદોલન: 2017 પાટીદાર આંદોલનનું પુનરાવર્તન? 2027 ચૂંટણીમાં ભાજપનું ગણિત બગડશે?

Arati Parmar
5 Min Read

Gujarat Farmer Protest: કિસાન સંઘ પણ મેદાનમાં ઝંપલાવતા રાજકીય ગરમાવો, જો ખેડૂતો નહીં માને તો ગ્રામીણ ગુજરાતની 127 બેઠકો પર સીધી અસર

By : Reena Brahmbhatt

- Advertisement -

Gujarat Farmer Protest: હાલમાં ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર 2017 જેવી હવા વહી રહી છે. 2017માં પાટીદાર અનામત આંદોલને ભાજપને 150+ ના સપનામાંથી 99 બેઠકો પર લાવીને ઉભું રાખી દીધું હતું. ત્યારે આજના સિનારિયો મુજબ, 2026માં ખેતરોમાં પરાણે નાખવામાં આવતા વિજપોલ મુદ્દે ખેડૂત આંદોલન એ જ રસ્તે આગળ વધી રહ્યું છે. અહીં ફરક માત્ર એટલો છે કે 2017માં 14% પાટીદારો નારાજ હતા, 2026માં 60% ખેડૂત વસ્તી સરકાર સામે બાંયો ચઢાવી રહી છે. અને સૌથી મોટી વાત – ભારતીય કિસાન સંઘ, જે RSS ની પાંખ છે, તેણે પણ હવે આંદોલનમાં ઝંપલાવ્યું છે.ત્યારે અહીં કહેવાનો આશય છે કે, અદાણીના વીજપોલ ખેડૂતોના ખેતરોમાં નાખવાના મુદ્દે કેટલાય સમયથી જેતપુર, મોરબી અને ધ્રાંગધા ની આસપાસ કિસાનોનો વિરોધ અને હાલ ઉપવાસ ચાલી રહ્યા છે. આ મુદ્દે જલ્દી ઉકેલ આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી.સરકારે વાટાઘાટો માટે પ્રયત્નો કર્યા પરંતુ ખેડૂતો રાજી થયા નથી.

વિજપોલ વિવાદ: આંદોલનની પૃષ્ઠભૂમિ

- Advertisement -

મુદ્દો શું છે?
ખેડૂતોની કીમતી જમીન વચ્ચેથી સરકાર વીજ કંપનીઓના હાઈ-ટેન્શન થાંભલા નાખી રહી છે. ખેડૂતોની માંગ છે કે 2013ના જમીન સંપાદન કાયદા મુજબ બજાર ભાવથી 4 ગણું વળતર મળવું જોઈએ. સરકારે 5 લાખ પ્રતિ થાંભલા સુધી વળતર વધારવાની ઓફર કરી, પણ કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ખેડૂતો અડગ છે – “અમને કાયદા મુજબ પૂરું વળતર જોઈએ”

આંદોલન કેવી રીતે ભડક્યું?
મોરબી પંથકથી શરૂ થયેલું વાવાઝોડું ચક્રવાત બનીને આખા ગુજરાતમાં ફેલાયું. ટ્રેક્ટર યાત્રાઓ, ગાંધીનગર કૂચ, હાલ ખેડૂતો ઉપવાસ પર ઉતર્યાને પણ ઘણા દિવસો થઇ ગયા છે. આંદોલન ઉગ્ર બની શકે છે.

- Advertisement -

રાજકીય અખાડો: કોંગ્રેસ vs AAP vs ભાજપ vs કિસાન સંઘ

1. કોંગ્રેસની રણનીતિ:
ગુજરાત કિસાન કોંગ્રેસે નિર્ણય લીધો કે હવેથી તમામ લડાઈઓ માત્ર કોંગ્રેસના નેતૃત્વમાં જ લડાશે. AAP ને ભાજપની ‘બી-ટીમ’ ગણાવીને અંતર રાખ્યું. 30મીએ ચક્કાજામનું રણશિંગુ ફૂંક્યું હતું.

2. AAP નો દાવો:
આમ આદમી પાર્ટીએ ટ્રેક્ટર રેલીમાં જોડાઈને ખેડૂતોનો ટેકો જાહેર કર્યો. કોંગ્રેસનો આરોપ કે AAP એ રાજકીય સ્ટંટ કર્યો અને ખેડૂતોને ઉશ્કેરીને લાઠીચાર્જ કરાવ્યો.
કોંગ્રેસે શરૂઆતથી કહ્યું હતું કે ભાજપ, કિસાન સંઘ અને AAP દૂર રહે. પણ હવે ભારતીય કિસાન સંઘ પણ વિજપોલ મુદ્દે ખેડૂતો સાથે ઉભો છે. કોંગ્રેસનો આરોપ કે કિસાન સંઘ ભાજપના ઇશારે આંદોલન તોડવા મેદાનમાં છે.

પરંતુ ભાજપ માટે આ સૌથી ખતરનાક છે – કિસાન સંઘ RSS નું સંગઠન છે. જો એ જ ભાજપ સરકાર સામે પડે તો ગ્રામીણ કેડરમાં ભંગાણ નિશ્ચિત.

2017 પાટીદાર આંદોલન vs 2026 ખેડૂત આંદોલન: તુલનાત્મક કોષ્ટક
2017 પાટીદાર આંદોલન વર્સીસ 2026 ખેડૂત વિજપોલ આંદોલન
સોશિયલ બેઝ પાટીદાર 14% – સૌરાષ્ટ્ર, ઉ. ગુજરાત ખેડૂત 60% – આખું ગ્રામીણ ગુજરાત
મુખ્ય માંગ 2017 આંદોલન અનામત + સરકારી નોકરી, 2026 ખેડૂત આંદોલન 4 ગણું વળતર + કાયદાનો અમલ
રાજકીય અસર 2017 ભાજપ 115 થી 99 પર આવી 2027 માં શું થશે?
વિપક્ષને ફાયદો કોંગ્રેસ 77 બેઠકે પહોંચી આ મુદ્દે કોંગ્રેસ એકલા લડવાનું એલાન કર્યું છે.જો કિસાન અને કોંગ્રેસ એક થઇ જાય અને ચૂંટણી સુધી તેની અસર તો ભાજપ ને પાક્કું નુકસાન
સરકારનું વલણ શરૂઆતમાં દમન, પછી સમાધાન 5 લાખની ઓફર, પણ ખેડૂતો અડગ

સીનારિયો 1: ભાજપ ખેડૂતોને મનાવી ન શકે તો
– ગ્રામીણ 127 બેઠકો પર ખતરો: 2017માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ 30 બેઠક જીતી હતી. વિજપોલ મુદ્દો સૌરાષ્ટ્રના કપાસ-મગફળી પટ્ટામાં સૌથી તીવ્ર છે.
– 20-25 બેઠકોનું નુકસાન: 2022માં 156 બેઠક મળી હતી. ખેડૂત નારાજગી ચાલુ રહે તો 130-135 પર આવી શકે.
– કિસાન સંઘનો વિરોધ = કેડર તૂટે: RSS નું ગ્રામીણ નેટવર્ક નબળું પડે. 2017માં પાટીદાર સંગઠનો સામે પડ્યા હતા.

સીનારિયો 2: ભાજપ 4 ગણું વળતર આપે તો
– માસ્ટરસ્ટ્રોક: 2013 કાયદાનો અમલ કરે તો “ખેડૂત હિતેષી” ઇમેજ. વિપક્ષનો મુદ્દો ખતમ.
– 150+ રિપીટ: 2022 જેવું પ્રચંડ બહુમત ફરી મળે. ગ્રામીણ ગુજરાતમાં ક્લીન સ્વીપ.
– કોંગ્રેસ-AAP બેકફૂટ પર: ચૂંટણી મુદ્દો જ ન રહે.

સરકાર 10-15 લાખ સુધી વળતર વધારે પણ 4 ગણું ન આપે. ખેડૂતો વિભાજિત થાય. ભાજપને આંશિક નુકસાન – 10-12 બેઠકો.

નિષ્કર્ષ: 2017માં ભાજપે પાટીદાર આંદોલનને “કૉંગ્રેસ પ્રેરિત” કહી અવગણ્યું. પરિણામ – 99 બેઠકે અટકવું પડ્યું. 2026નું ખેડૂત આંદોલન 2017 કરતા 4 ગણું મોટું છે કારણ કે:

1. વોટબેઝ મોટો: 14% vs 60%
2. મુદ્દો આર્થિક: અનામત કરતા જમીન-વળતરનો મુદ્દો વધુ લાગણીસભર
3. કિસાન સંઘ સામે: પોતાના જ સંગઠનનો વિરોધ સૌથી ખતરનાક

જો 2027 પહેલા વિજપોલ મુદ્દે સમાધાન નહીં થાય તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની 50+ બેઠકો પર ભાજપને ફટકો પડશે. ઇતિહાસ સાક્ષી છે – ગુજરાતમાં જે પાર્ટી ખેડૂતને નારાજ કરે એ સત્તા ગુમાવે.

Share This Article