India U19 vs Sri Lanka U19: ભારત અંડર-19નો શ્રીલંકા પર કબજો, 263 રનની વિશાળ લીડ સાથે મેચમાં મજબૂત સ્થિતિ

Arati Parmar
2 Min Read

India U19 vs Sri Lanka U19: ભારત અંડર-19 અને શ્રીલંકા અંડર-19 ટીમ વચ્ચે બીજી અનૌપચારિક ટેસ્ટ મેચ આર પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાની સમગ્ર ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 148 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. પ્રથમ ઇનિંગ્સના આધારે ભારતીય ટીમે 263 રનની વિશાળ લીડ મેળવી છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમે 411 રન બનાવ્યા હતા. બે મેચની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી.

ભારતે કોઈપણ બેટ્સમેનને સેટ થવા દીધો નહીં

- Advertisement -

શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અવીશા સમશ માત્ર 9 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સેનુજા વેકુનાગોડા પણ માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન વિમથ દિંસારા પણ પોતાની બેટિંગથી ખાસ નિરાશાજનક રહ્યો અને તે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. દિમંતા મહાવિતનાએ સારી શરૂઆતનો લાભ ઉઠાવી શક્યો નહોતો અને 29 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. કવિજા ગામાગેએ 34 બોલનો સામનો કર્યા બાદ માત્ર 7 રન બનાવ્યા હતા.

ચાર બોલરોએ બે-બે વિકેટ ઝડપી

- Advertisement -

વિરન ચામુદિથાએ 35 બોલમાં 21 રન બનાવ્યા હતા, જ્યારે દુલનિથ સિગેરાને 31 રનના સ્કોર પર રોહિત યાદવે ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. જેસન ફર્નાન્ડોએ 13 બોલ રમ્યા છતાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. શ્રીલંકાના 7 બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. ભારતના ચાર બોલરોએ બે-બે વિકેટ ઝડપી હતી. પ્રણવ રાઘવેન્દ્રએ 10 ઓવરના સ્પેલમાં 28 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે ચિગુરુપતિ વેંકટે 27 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રોહિત યાદવ પણ શાનદાર લયમાં જોવા મળ્યો હતો અને તેણે માત્ર 14 રન ખર્ચીને 2 વિકેટ લીધી હતી.

મનલ ચૌહાણ અને કુશાગ્ર ઓઝાએ ફટકાર્યા શતક

- Advertisement -

આ પહેલાં ભારતની સમગ્ર ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 411 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ટીમ તરફથી મનલ ચૌહાણે શાનદાર બેટિંગ કરતાં 150 રનની દમદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાની આ ઇનિંગ્સમાં 20 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે કુશાગ્ર ઓઝાએ પણ શતકીય ઇનિંગ્સ રમી હતી. કુશાગ્રે 193 બોલનો સામનો કરતાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 111 રન બનાવ્યા હતા. જોકે, તે કમનસીબ રહ્યો અને રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

Share This Article