NMDC Recruitment 2026: એગ્ઝિક્યુટિવ ટ્રેઇનીની 102 જગ્યાઓ માટે અરજી શરૂ, જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

Arati Parmar
4 Min Read

NMDC Recruitment 2026: ભારત સરકારની વિવિધ કંપનીઓમાં સમયાંતરે નવી ખાલી જગ્યાઓ જાહેર થતી રહે છે. સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ સારી તક બની શકે છે. આવી જ એક નવી ભરતીની જાહેરાત NMDC સ્ટીલ કંપની દ્વારા કરવામાં આવી છે. જેના હેઠળ કંપની એગ્ઝિક્યુટિવ ટ્રેઇની પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી રહી છે. જો તમે લાયકાત ધરાવો છો, તો તમે પણ અરજી કરી શકો છો.

NMDC સ્ટીલ લિમિટેડ કંપનીએ નગરનાર સ્થિત પોતાના પ્લાન્ટ માટે કુલ 102 જગ્યાઓ જાહેર કરી છે. કેમિકલ, સિવિલ, ફાઇનાન્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં આ ભરતી કરવામાં આવશે. કંપનીએ અરજી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. ઉમેદવારોએ ઓનલાઇન www.nsltd.in સત્તાવાર વેબસાઇટ પર 11 ઑગસ્ટ અથવા તે પહેલાં અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

- Advertisement -

NMDC સ્ટીલ કંપની ભરતી 2026 લાયકાત

પદખાલી જગ્યાઓલાયકાત
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (સિરામિક)03સિરામિક એન્જિનિયરિંગમાં ડિગ્રી
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (કેમિકલ)04કેમિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (સિવિલ)03સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (કમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)04કમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગ ડિગ્રી / કમ્પ્યુટર સાયન્સ / ઇન્ફોર્મેશન સાયન્સ અથવા એમસીએ અથવા બી.ઈ./બી.ટેક (કમ્પ્યુટર સાયન્સ / સીએસ / આઈટી) અથવા પીજી ડિપ્લોમા કમ્પ્યુટર એપ્લિકેશન પ્રોગ્રામિંગ / કમ્પ્યુટર મેનેજમેન્ટ / સિસ્ટમ મેનેજમેન્ટ
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (ઇલેક્ટ્રિકલ)22ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિગ્રી
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (ફાઇનાન્સ)07ગ્રેજ્યુએશન, સીએ / આઈસીડબ્લ્યુએ અથવા એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ સાથે એમબીએ (ફાઇનાન્સ)
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (હ્યુમન રિસોર્સ)03ગ્રેજ્યુએશન, પીજી ડિગ્રી / સોસિયોલોજી / સોશિયલ વર્ક / લેબર વેલફેર / પર્સનલ મેનેજમેન્ટ / આઈઆર / આઈઆરપીએમ / એચઆર / એચઆરએમમાં પીજી ડિપ્લોમા અથવા એમબીએ
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (ઇન્સ્ટ્રુમેન્ટેશન)02ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ / ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ / ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ / ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (મેકેનિકલ)51મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી
એગ્ઝિક્યુટિવ ટ્રેઇની (મેટલર્જિકલ)03મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી
કુલ102

ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અને ડિપ્લોમામાં અનારક્ષિત, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ઓછામાં ઓછા 60 ટકા ગુણ હોવા જરૂરી છે. જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુબીડી ઉમેદવારોને તેમાં 10 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. જે ઉમેદવારો હાલમાં કોર્સના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ પણ અરજી કરવા પાત્ર છે. જોકે તેઓએ ક્વોલિફાઇંગ પરીક્ષા પાસ કર્યા બાદ ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ દરમિયાન પોતાનું પાસ પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત રહેશે.

ઉંમર કેટલી હોવી જોઈએ?

અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઉમેદવારની મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. જોકે એસસી અને એસટી ઉમેદવારોને 5 વર્ષ, ઓબીસી (નોન ક્રીમી લેયર) ઉમેદવારોને 3 વર્ષ તેમજ પીડબ્લ્યુબીડી અને પૂર્વ સૈનિકોને ભારત સરકારના માર્ગદર્શિકા મુજબ ઉપરની ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

- Advertisement -

એગ્ઝિક્યુટિવ ટ્રેઇનીને કેટલો પગાર મળશે?

એગ્ઝિક્યુટિવ ટ્રેઇની પદ માટે પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોને 6 મહિનાની તાલીમ આપવામાં આવશે. આ દરમિયાન તેમને ₹50,000 મૂળ પગાર સાથે કંપનીના નિયમો મુજબ ડીએ પણ આપવામાં આવશે. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ઉમેદવારને અસિસ્ટન્ટ મેનેજર પદ પર નિયુક્ત કરવામાં આવશે. આ પદ માટે શરૂઆતનો મૂળ પગાર ₹60,000 પ્રતિ મહિનો રહેશે. ઉપરાંત ઉમેદવારોને મોંઘવારી ભથ્થું, કેફેટેરિયા એપ્રોચ હેઠળ મળતી સુવિધાઓ, પીએફ, ગ્રેચ્યુઇટી, પીઆરપી તેમજ એનએમડીસી સ્ટીલ લિમિટેડના નિયમો મુજબ લાગુ થતા અન્ય ભથ્થાં અને લાભો પણ મળશે.

પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોએ પ્રથમ તબક્કામાં કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) આપવો પડશે. તેમાં તમામ પ્રશ્નો મલ્ટિપલ ચોઇસ પ્રકારના રહેશે. આ પરીક્ષાના આધારે ઉમેદવારોને આગળના તબક્કા માટે પસંદ કરવામાં આવશે. અંતિમ મેરિટ યાદી નીચેના ત્રણ માપદંડના આધારે તૈયાર કરવામાં આવશે.

- Advertisement -
  • સીબીટી (કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ) – 70 ટકા વેઇટેજ
  • ગ્રુપ ડિસ્કશન (GD) – 15 ટકા વેઇટેજ
  • ઇન્ટરવ્યુ – 15 ટકા વેઇટેજ

ત્યારબાદ ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. તેથી અરજી ફોર્મ ભરતી વખતે પોતાના જરૂરી દસ્તાવેજો સાથે તમામ વિગતો મેળવીને જ સાચી માહિતી ભરવી.

Share This Article