Jan Sangh Meeting Gujarat: અમિત શાહના વતન માણસામાં ભારતીય જનસંઘ ફરી કાર્યરત: એ.કે. પટેલના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન મિટિંગ યોજાઈ

Arati Parmar
2 Min Read

Jan Sangh Meeting Gujarat: અમિત શાહના વતન માણસામાં ભારતીય જનસંઘ ફરી કાર્યરત: એ.કે. પટેલના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન મિટિંગ યોજાઈ

માણસા, ગાંધીનગર – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વતન માણસામાં રાજકીય ગલિયારામાં ચર્ચા જગાવનારી ઘટના બની છે. વર્ષો બાદ ભારતીય જનસંઘ BJS ફરી સક્રિય થયું છે.

- Advertisement -

ગુજરાતના માણસામાં ભારતીય જનસંઘની સ્નેહમિલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગુજરાતના પૂર્વ મંત્રી એ.કે. પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.

મિટિંગની ખાસ વાતો
1. જૂના નેતાઓ ભેગા થયા: વર્ષો પછી જનસંઘ કાર્યરત થતાં અનેક રાજકીય ચર્ચાઓને વેગ મળ્યો છે.

- Advertisement -

2. ભાજપના આગેવાનો હાજર: આ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. બધા જ નેતાઓએ ગળામાં જનસંઘનો ભગવો ખેસ ધારણ કર્યો હતો.

3. બેનર પર સૂત્ર: “ચલો જલાયે દિપ વહાં, જહાં ભી હૈ અંધેરા” અને “જનસંઘ પરિવાર ગાઢો પરિવાર” જેવા સૂત્રોવાળા બેનરો મંચ પર જોવા મળ્યા.

- Advertisement -

શું હતો ભારતીય જનસંઘ?
ભારતીય જનસંઘ એ ભારતનો એક ભૂતપૂર્વ જમણેરી રાજકીય પક્ષ હતો. તેની સ્થાપના 21 ઓક્ટોબર 1951ના રોજ દિલ્હી ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખાર્જી દ્વારા કરવામાં આવી હતી. આ પક્ષ RSS સાથે જોડાયેલો હતો.
1980માં જનસંઘના જૂના નેતાઓએ જનતા પક્ષથી અલગ થઈને વર્તમાન ભારતીય જનતા પાર્ટી BJP ની સ્થાપના કરી હતી. BJP ને જનસંઘનો રાજકીય ઉત્તરાધિકારી પક્ષ માનવામાં આવે છે.

હાલમાં જનસંઘના ફરી સક્રિય થવાથી ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

અમિત શાહ વતન માણસા, ભારતીય જનસંઘ, AK Patel, Jan Sangh Meeting Gujarat, BJP, Gandhinagar News

Share This Article