Tamil Nadu Investment: થલપતિ વિજય સરકારનું મોટું એલાન, ₹67,542 કરોડનું રોકાણ અને 1.2 લાખ નોકરીઓ

Arati Parmar
3 Min Read

Tamil Nadu Investment: તમિલનાડુમાં 97 MoU પર હસ્તાક્ષર, 100 દિવસમાં રોકાણ ₹1 લાખ કરોડને પાર

Tamil Nadu Investment: તમિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય ઉર્ફે થલપતિ વિજયે રાજ્યમાં ઉદ્યોગ વધારવા માટે કમર કસી છે. હવે તમિલનાડુ સરકારે ચેન્નાઈમાં આયોજિત પોતાની પ્રથમ મોટી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં 67,542 કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો મેળવ્યા છે. ગુરુવારે યોજાયેલી ‘વેટ્રી તમિલનાડુ ઇન્વેસ્ટમેન્ટ કોન્ક્લેવ 2026’માં કુલ 97 સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

આ રોકાણ પ્રસ્તાવોથી રાજ્યમાં 1.2 લાખથી વધુ રોજગાર ઊભા થવાની આશા છે. આ નવા કરારો સાથે સરકારના શરૂઆતના 100 દિવસમાં તમિલનાડુમાં આકર્ષિત કુલ રોકાણ પ્રસ્તાવો 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયા છે.

- Advertisement -

દરરોજ 1000 કરોડના રોકાણનો દાવો

ઉદ્યોગ મંત્રી કીર્તને કહ્યું કે સરકારના કાર્યકાળના દરેક દિવસના હિસાબે સરેરાશ આશરે 1000 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ પરિયોજનાઓ 2036 સુધી તમિલનાડુને 1.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને આગળ વધારવામાં મદદ કરશે. સરકારનું ધ્યાન માત્ર મોટા શહેરો સુધી રોકાણ મર્યાદિત રાખવાને બદલે ઓછા વિકસિત જિલ્લાઓ સુધી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પહોંચાડવા પર પણ છે.

આ સેક્ટરમાં મોટું રોકાણ

એક ઔદ્યોગિક જૂથે રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી, ઓટોમોટિવ સર્વિસિસ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં 2500 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ આપ્યો છે. તેમાં 200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા સોલર, વિન્ડ અને બેટરી પ્રોજેક્ટ્સ સામેલ છે.

- Advertisement -

ઓટોમોબાઇલ સેક્ટરમાં 4000 કરોડ રૂપિયાથી ઓરગડમમાં 400 એકરમાં ફેલાયેલી કમર્શિયલ વ્હીકલ ડિઝાઇન, રિસર્ચ, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું વિસ્તરણ કરવામાં આવશે.

આ જિલ્લાઓમાં પણ આવશે મોટું રોકાણ

  • રામનાથપુરમમાં 1,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે, જેને જિલ્લાનું પ્રથમ મોટું ઔદ્યોગિક રોકાણ ગણાવવામાં આવ્યું છે.
  • આ ઉપરાંત કૃષ્ણાગિરીમાં નવી મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે 2,000 કરોડ રૂપિયા અને કાંચીપુરમમાં હાલના વ્યવસાયના વિસ્તરણ માટે રોકાણ કરવામાં આવશે.
  • જાપાનની એક ફાસ્ટનિંગ-પ્રોડક્ટ કંપની તિરુવલ્લુરમાં 1,651 કરોડ રૂપિયા રોકાણ કરશે, જેના કારણે આશરે 4,316 નોકરીઓ ઊભી થવાની આશા છે.
  • તિરુવલ્લુરમાં 1,000 કરોડ રૂપિયાનું ઇન્ડસ્ટ્રિયલ પાર્ક પણ પ્રસ્તાવિત છે.
  • હોસુરમાં પ્રીમિયમ ઘડિયાળો, જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક્સ-ઓટોમેશન સુવિધાઓના વિસ્તરણ માટે 1,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. તેનાથી આશરે 1,200 રોજગાર મળવાની આશા છે.

સ્પેસ અને હેલ્થકેર સેક્ટર પર પણ ધ્યાન

તમિલનાડુના સ્પેસ સેક્ટરમાં 650 કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે, જેનાથી આશરે 2,000 નોકરીઓ ઊભી થવાની આશા છે. જ્યારે લાઇફ સાયન્સિસ કંપનીઓએ ફાર્મા, વેસ્ક્યુલર ટેક્નોલોજી અને હેલ્થકેર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ્સમાં કુલ 1,600 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે.

- Advertisement -
Share This Article