High Paying Jobs: કરોડપતિ બનવું છે? આ 5 નોકરીઓમાં મળે છે કરોડોનું પૅકેજ, યોગ્ય સ્કિલ અને અનુભવથી બની શકો માલામાલ

Arati Parmar
4 Min Read

High Paying Jobs: બાળપણથી આપણે આ જ સાંભળતા આવ્યા છીએ કે ભણી-ગણીને, કોઈ સારી નોકરી શોધો અને જીવન પસાર કરો. પરંતુ આજનો સમય બદલાઈ ગયો છે. આધુનિક યુગમાં નોકરી માત્ર ગુજરાન ચલાવવાનું સાધન નથી, પરંતુ પ્રગતિ અને સંપત્તિ કમાવવાનું ખૂબ મોટું માધ્યમ બની ગઈ છે. જ્યારે પણ ‘કરોડપતિ’ બનવાની વાત આવે છે ત્યારે મગજમાં બિઝનેસ, સ્ટાર્ટઅપ અથવા શેર માર્કેટનો વિચાર આવે છે. લોકોને લાગે છે કે માત્ર બિઝનેસ કરનારા લોકો જ કરોડપતિ બની શકે છે.

આજના આ કૉમ્પિટિટિવ સમયમાં કંપનીઓ એવા ટૅલેન્ટેડ લોકોની શોધમાં છે, જે માત્ર કામ ન કરે, પરંતુ કંપનીની રેવન્યુને પણ આકાશ સુધી પહોંચાડી શકે. યોગ્ય સ્કિલ, યોગ્ય દિશા અને શ્રેષ્ઠ અનુભવ સાથે જો તમે કોઈ ખાસ ફીલ્ડમાં પ્રવેશ કરો છો તો કરોડપતિ બનવું કોઈ અશક્ય સપનું રહેતું નથી. જોકે, તેના માટે માત્ર ડિગ્રી હોવી પૂરતી નથી. તમારે તે ફીલ્ડના માસ્ટર બનવું પડે છે. જાણો 5 એવી દમદાર નોકરીઓ, જે તમને માલામાલ બનાવી શકે છે.

- Advertisement -

આ 5 નોકરીઓ બનાવી શકે છે કરોડપતિ

શું તમે જાણો છો કે કૉર્પોરેટ સેક્ટર અને કેટલીક ખાસ પ્રોફેશનમાં એવા અનેક પદો છે, જેનો પગાર અને પૅકેજ કોઈ મોટા બિઝનેસમેનથી ઓછો નથી?

1. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ એક્સપર્ટ

આજની તારીખમાં જો કોઈ ઇન્ડસ્ટ્રી સૌથી ઝડપથી આગળ વધી રહી છે તો તે ટેકનોલોજી અને AI છે. ચૅટજીપીટી અને ઑટોમેશનના સમયમાં કંપનીઓને એવા સૉફ્ટવેર એન્જિનિયર અને AI આર્કિટેક્ટની જરૂર છે, જે સ્માર્ટ અલ્ગોરિધમ બનાવી શકે. આ પ્રોફેશનલ્સનો શરૂઆતનો પગાર લાખોમાં હોય છે અને થોડાં વર્ષોનો અનુભવ થયા બાદ સ્ટૉક ઑપ્શન્સ (ESOPs) સહિત તેમની વાર્ષિક કમાણી કરોડોમાં પહોંચી જાય છે.

- Advertisement -

2. ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર અને ફાઇનાન્શિયલ એડવાઇઝર

પૈસાની રમત ઇન્વેસ્ટમેન્ટ બૅન્કરથી વધુ સારી રીતે કોણ સમજી શકે? તેઓ મોટી-મોટી કંપનીઓના મર્જર, એક્વિઝિશન અને ફંડ એકત્ર કરવાની કામગીરી સંભાળે છે. તેમનો બેઝિક પગાર ભલે ઠીકઠાક હોય, પરંતુ તેમની વાસ્તવિક કમાણી ‘પરફોર્મન્સ બોનસ’થી થાય છે, જે કરોડોમાં હોય છે. જો તમને નંબર ગેમ પસંદ છે અને હાઇ-પ્રેશર વાતાવરણમાં કામ કરવાની આદત છે તો આ ફીલ્ડ સોનાની ખાણ સાબિત થઈ શકે છે.

3. સ્પેશિયલાઇઝ્ડ સર્જન અને મેડિકલ પ્રોફેશનલ્સ

મેડિકલ ક્ષેત્ર હંમેશાથી અત્યંત સન્માનિત પ્રોફેશન રહ્યું છે. પરંતુ તેમાં પણ જે ડૉક્ટર ન્યુરોસર્જન, કાર્ડિયોલોજિસ્ટ અથવા ઑર્થોપેડિક સર્જન જેવા સ્પેશિયાલિસ્ટ બને છે, તેમની કમાણીની કોઈ મર્યાદા હોતી નથી. ખાસ કરીને કૉર્પોરેટ હૉસ્પિટલ્સમાં સિનિયર સર્જનને તેમની માંગ મુજબની ફી અને કરોડોના પૅકેજ ઑફર કરવામાં આવે છે. જોકે, આ મુકામ સુધી પહોંચવા માટે લાંબા સમય સુધી અભ્યાસ અને કઠોર મહેનતની જરૂર પડે છે.

- Advertisement -

4. કૉર્પોરેટ અને IPR વકીલ

કાયદાની દુનિયામાં વકીલાતનો વ્યવસાય સદીઓ જૂનો છે. આજના સમયમાં ‘કૉર્પોરેટ લૉયર’ અને બૌદ્ધિક સંપદા અધિકાર (Intellectual Property Rights)ના વકીલોની ડિમાન્ડ ખૂબ વધારે છે. મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાના કાનૂની પેચ ઉકેલવા માટે લાખો-કરોડો રૂપિયા ચાર્જ કરતા વકીલોને રાખે છે. જો તાર્કિક ક્ષમતા અને નેગોશિયેશન સ્કિલ જબરદસ્ત હોય તો આ કરિયર તમને ખૂબ ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે.

5. સી-સ્યુટ એક્ઝિક્યુટિવ્સ (CEO, CFO, CTO)

કોઈપણ મોટી કંપનીને સફળતાના શિખર સુધી પહોંચાડનારા તેના ટૉપ લીડર્સ હોય છે. ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર, ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર અથવા ચીફ ટેકનોલોજી ઑફિસર જેવા પદો પર બેઠેલા લોકો કંપનીઓના ડિસિઝન મેકર હોય છે. તેમનો પગાર, એન્યુઅલ બોનસ અને કંપનીના શેર તેમને કરોડપતિ ક્લબનો હિસ્સો બનાવી દે છે. આ મુકામ સુધી પહોંચવા માટે લીડરશિપ ક્વૉલિટી અને વિઝન હોવું જરૂરી છે.

Share This Article