Wireless Bus Charging: ઇલેક્ટ્રિક બસના ટાયરથી જ થશે ચાર્જિંગ, સ્વિટ્ઝર્લેન્ડની કંપનીએ બનાવી અનોખી વાયરલેસ ટેકનોલોજી

Arati Parmar
3 Min Read

ભારે કેબલની જરૂર નહીં, બસ સવારી ઉતારે-ચઢાવે ત્યારે જ થશે ચાર્જિંગ, 90% સુધીની એફિશિયન્સીનો દાવો

Wireless Bus Charging: અત્યાર સુધી ઇલેક્ટ્રિક વાહનો અથવા બસોને ચાર્જ કરવા માટે હેવી અને ભારે-ભરખમ કેબલની જરૂર પડતી હતી. તેનાથી થતી ચાર્જિંગમાં કલાકોનો સમય પણ લાગતો હતો. આ સમસ્યાને દૂર કરવા માટે સ્વિટ્ઝર્લેન્ડની પ્રતિષ્ઠિત ETH Zurichની સ્પિન-ઓફ ‘વિન્ડક્શન’એ એવી વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી બનાવી છે, જેમાં બસના પૈડાંથી બસને ચાર્જ કરી શકાય છે.

આટલું જ નહીં, આ સિસ્ટમ બસમાંથી મુસાફરોના ચઢવા-ઉતરવા દરમિયાન સક્રિય થઈ જાય છે અને 90%ની જબરદસ્ત એફિશિયન્સી આપી શકે છે. જો આ ટેકનોલોજીને મોટા સ્તરે અપનાવવામાં આવે, તો તે ઇલેક્ટ્રિક વાહનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો સમગ્ર સ્વરૂપ બદલી શકે છે.

- Advertisement -

પૈડાં દ્વારા ચાર્જ થશે બસો

  • સામાન્ય રીતે વાહનો અથવા બસોને વાયરલેસ રીતે ચાર્જ કરવા માટે રસ્તા પર લગાવવામાં આવેલી પ્લેટ અને વાહન વચ્ચે ઘણું અંતર હોય છે. તેનાથી વીજળીના ટ્રાન્સફરની ઝડપ ધીમી થઈ જાય છે.
  • વિન્ડક્શને આ અંતર ઘટાડવા માટે ચાર્જિંગ કોઇલને સીધી બસના ટાયરમાં ફિટ કરી દીધી. તેનાથી ચાર્જિંગ પ્લેટ અને કોઇલ વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ ગયું.
  • આ ખાસ ટેકનોલોજીના કારણે રસ્તામાં લગાવવામાં આવેલી ચાર્જિંગ પ્લેટ ગ્રિડ સાથે જોડાઈને ચુંબકીય ક્ષેત્ર બનાવે છે અને જેવી જ બસ તે પ્લેટ પર આવીને ઊભી રહે છે, ટાયરની અંદર હાજર કોઇલ વીજળીને સીધી બેટરીમાં ટ્રાન્સફર કરી દે છે.
  • આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે બસનાં પૈડાં દરેક સમયે કરંટ આપતી પ્લેટના સંપર્કમાં રહે છે. તેનાથી 10%થી પણ ઓછી ઊર્જા વેડફાય છે.

આ ટેકનોલોજીનો ફાયદો શું છે?

રિપોર્ટ્સ અનુસાર નોર્મલ ટાયરમાં મજબૂતી માટે સ્ટીલ બેલ્ટનો ઉપયોગ થાય છે. તે વાયરલેસ ટેકનોલોજી સાથે કામ કરી શકતા ન હતા. આ પડકારનો સામનો કરવા માટે કંપનીએ સ્ટીલ-મુક્ત નવા પ્રકારના ટાયર બનાવ્યા. આ ટાયરની મદદથી બસને વાયરલેસ રીતે ચાર્જ કરવાનું શક્ય બન્યું.

આ ઉપરાંત રસ્તા દરમિયાન મળતી ચાર્જિંગને કારણે બસોમાં ભારે બેટરી લગાવવાની જરૂર પણ રહી નથી. આ ઉપરાંત નાની બેટરીના કારણે બસની ખરીદી કિંમત પણ ઘટશે, વજન ઓછું થશે અને મુસાફરો માટે બસમાં વધુ જગ્યા તૈયાર થઈ શકશે.

- Advertisement -

કેટલી વાર ચાર્જિંગની જરૂર પડશે?

  • આ ટેકનોલોજીનું પરીક્ષણ Zurich Airport અને Zurich Oerlikon વચ્ચે 24 સ્ટોપવાળા રૂટ પર થયું. આ સમગ્ર રૂટ પર બસને માત્ર બે વખત ચાર્જ કરવાની જરૂર પડી.
  • દિવસભર 16 કલાક ચાલતી વખતે આ બસો ટુકડાઓમાં કુલ ત્રણ કલાક ચાર્જ થઈ શકશે, જેના કારણે ડેપોમાં રાતભર પાંચ કલાક સુધી એકસાથે ચાર્જિંગનો ભાર દૂર થશે.
  • તેનાથી ગ્રિડ પર પણ ભાર નહીં પડે. બધું યોગ્ય રહ્યું તો 2028માં આ ટેકનોલોજીનું પેસેન્જર ટ્રાયલ શરૂ થઈ શકે છે.
Share This Article