Jay Shah ICC Chairman: જય શાહને ફરીથી ICCના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બાલીમાં બેઠક બાદ ICC બોર્ડે જય શાહને ફરીથી આ જવાબદારી સોંપવાની પુષ્ટિ કરી હતી. ICC બોર્ડની બેઠકો દરમિયાન ડિરેક્ટર્સ તરફથી તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ જય શાહને બિનહરીફ બીજા કાર્યકાળ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણ, ચાહકોની વધતી સંખ્યા અને વ્યાવસાયિક વિકાસની દૃષ્ટિએ આ નિર્ણય મહત્વપૂર્ણ સમયે લેવામાં આવ્યો છે. ICC બોર્ડનું માનવું છે કે જય શાહના નેતૃત્વમાં સાતત્ય જળવાઈ રહેશે અને રમતને આગળ વધારવાની વ્યૂહરચનાને મજબૂતી મળશે.
જય શાહને ફરીથી ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાની માહિતી આપતાં ICCના એક્સ હેન્ડલ પર લખવામાં આવ્યું હતું, ‘ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ બોર્ડને જણાવતાં ખુશી થાય છે કે બાલીમાં બોર્ડ અને કમિટી બેઠકમાં ICC ડિરેક્ટર્સના પ્રસ્તાવ બાદ, મિસ્ટર જય શાહને ICCના ચેરમેન તરીકે બીજા કાર્યકાળ માટે બિનહરીફ ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય શાહના નેતૃત્વમાં બોર્ડનો વિશ્વાસ દર્શાવે છે અને રમત માટે એક મહત્વપૂર્ણ વળાંક પર સાતત્ય પૂરું પાડે છે. તેમાં વૈશ્વિક વિસ્તરણ, ચાહકોની સંખ્યામાં વધારો અને તેના ભવિષ્ય માટેના વ્યૂહાત્મક રોડમેપમાં વ્યાવસાયિક વિકાસનો સમાવેશ થાય છે.’
The International Cricket Council (ICC) Board is delighted to announce the unopposed reappointment of Mr Jay Shah for a second term as ICC Chair, following a proposal by the ICC Directors at the Board and Committee meetings in Bali.
This decision reflects the Board’s confidence in Shah’s leadership and provides continuity at a defining moment for the sport, with global expansion, growth in fandom and commercial development on the strategic roadmap for its future.
ICC Chairman Jay Shah said:
“I am deeply honoured by the confidence the ICC Board has placed in me and sincerely grateful to every Director for their continued trust and support. Serving as Chair of the ICC is both a privilege and a responsibility, and I remain committed to working with our Members to advance the interests of cricket across the world.
“We are entering one of the most important and exciting periods in our sport’s history. Cricket’s return to the Olympic Games at LA28 presents an extraordinary opportunity to introduce our game to new audiences and inspire a new generation of players and fans.
“Our responsibility extends well beyond delivering successful events. We must build a stronger and more sustainable future for the sport with a focus on fans, athletes, commercial partners and other key stakeholders.
“I have always believed that cricket’s greatest strength lies in its ability to bring people together. With the support of the Board and our Members, our focus will be on turning ambition into action and ensuring that the progress we make leaves a lasting legacy for generations to come.”
More: https://t.co/Xs4sidFvOU
— ICC (@ICC) November 16, 2026
જય શાહે શું કહ્યું?
જય શાહે આ પ્રસંગે કહ્યું, ‘ICC બોર્ડે મારા પર જે વિશ્વાસ દર્શાવ્યો છે તેનાથી હું ખૂબ સન્માનિત અનુભવું છું અને દરેક ડિરેક્ટરનો તેમના સતત વિશ્વાસ અને સહયોગ માટે હૃદયપૂર્વક આભારી છું. ICCના ચેરમેન તરીકે કામ કરવું ગર્વની સાથે જવાબદારી પણ છે અને હું દુનિયાભરમાં ક્રિકેટના હિતોને આગળ વધારવા માટે મારા સભ્યો સાથે કામ કરવા પ્રતિબદ્ધ છું. અમે અમારી રમતના ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ અને રોમાંચક સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ. LA28 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની વાપસી અમારી રમતને નવા પ્રેક્ષકો સુધી પહોંચાડવાની અને ખેલાડીઓ તથા ચાહકોની નવી પેઢીને પ્રેરિત કરવાની એક શાનદાર તક પૂરી પાડે છે.’
લોકોને જોડવાની ક્રિકેટની સૌથી મોટી ક્ષમતા
જય શાહે કહ્યું, ‘અમારી જવાબદારી માત્ર સફળ ઇવેન્ટ્સ યોજવા કરતાં ઘણી વધારે છે. અમારે ચાહકો, ખેલાડીઓ, વ્યાવસાયિક ભાગીદારો અને અન્ય મહત્વપૂર્ણ હિતધારકો પર ધ્યાન કેન્દ્રિત કરીને રમત માટે મજબૂત અને ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવું પડશે. મારું હંમેશાં માનવું રહ્યું છે કે ક્રિકેટની સૌથી મોટી તાકાત લોકોને એકસાથે જોડવાની તેની ક્ષમતામાં છે. બોર્ડ અને અમારા સભ્યોના સહયોગથી અમારું ધ્યાન અમારા સ્વપ્નને કાર્યમાં પરિવર્તિત કરવા પર રહેશે અને એ સુનિશ્ચિત કરીશું કે અમે જે પ્રગતિ કરીએ તે આવનારી પેઢીઓ માટે એક યાદગાર નિશાની બની રહે.’
ECBના ચેરમેને પણ જય શાહના નેતૃત્વની પ્રશંસા કરી
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ચેરમેન રિચર્ડ થોમ્પસને પણ જય શાહને બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યાં. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે આ મહત્વપૂર્ણ સમય છે અને જય શાહનું નેતૃત્વ રમતને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
થોમ્પસને કહ્યું, ‘જયનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ સમયે આવ્યું છે. રમત ઝડપથી બદલાઈ રહી છે અને એ જરૂરી છે કે આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરને મજબૂત બનાવીએ, દ્વિપક્ષીય ક્રિકેટની પ્રાસંગિકતા અને સ્પર્ધાત્મકતા જાળવી રાખીએ તથા એ સુનિશ્ચિત કરીએ કે અમારી મોટી ટુર્નામેન્ટ્સ રમતના ભવિષ્યના કેન્દ્રમાં રહે. તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં ક્રિકેટની પરંપરાઓ અને નવા પ્રેક્ષકો, ટેક્નોલોજી તથા બદલાતી વ્યાવસાયિક તકો વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે. ICCની આમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે કે તે પોતાના સભ્યોને એકસાથે લાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે ટકાઉ ભવિષ્યની દિશા નક્કી કરે.’
મહિલા ક્રિકેટના વિકાસ પર પણ રહેશે ભાર
ICCના સ્વતંત્ર ડિરેક્ટર ડૉ. રોસ રિવાઝે જય શાહને ફરીથી ચેરમેન બનવા બદલ અભિનંદન આપ્યાં. તેમણે કહ્યું કે તેમનું સતત નેતૃત્વ મહિલા ક્રિકેટના વિકાસને વધુ મજબૂત બનાવવાની તક આપશે અને એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે મહિલા ક્રિકેટ ICCના લાંબા ગાળાના વિઝનનો મહત્વપૂર્ણ ભાગ બની રહે.
તેમણે કહ્યું કે દુનિયાભરમાં મહિલા ક્રિકેટ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે, પરંતુ જે ખેલાડીઓની રમવાની તકોમાં અવરોધ ઊભા થયા છે તેમને પણ સહયોગ આપવાની જવાબદારી છે. જય શાહના નેતૃત્વમાં વિવિધ દેશોની મહિલા ક્રિકેટરોને સહયોગ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ પ્રતિબદ્ધતાને આગળ વધારવી અને મહિલાઓ માટે ક્રિકેટ સાથે જોડાયેલા રહેવા તથા સ્પર્ધા કરવાની તકો ઊભી કરવી જરૂરી છે.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટએ પણ અભિનંદન આપ્યાં
ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ડિરેક્ટર રોજર ટ્વોઝે કહ્યું કે જય શાહની ફરીથી પસંદગી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ સમયે સાતત્ય અને નેતૃત્વ પૂરું પાડશે. રમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે બધા સભ્યો સાથે મળીને કેવી રીતે કામ કરે છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કેવી રીતે મજબૂત બનાવે છે અને તમામ ફોર્મેટ તથા બજારોમાં તેની લોકપ્રિયતા કેવી રીતે જાળવી રાખે છે.
તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ હંમેશાં મજબૂત અને ટકાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વ્યવસ્થાના મહત્વને સમજતું રહ્યું છે. LA28 ઓલિમ્પિક જેવી મોટી સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણની ગતિ જાળવી રાખવી જરૂરી છે. સાથે જ રમતની તે પરંપરાઓ અને વિશેષતાઓનું પણ રક્ષણ કરવું પડશે, જે ક્રિકેટને ખાસ બનાવે છે.

