ભારે વરસાદની ગુજરાતમાં આગાહી, છ જિલ્લામાં રેડ એલર્ટ

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદઃ ગુજરાતમાં આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે વલસાડ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. સુરત, નવસારી, દાદરાનગર હવેલી દમણ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, ભરૂચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Monsoon Season rain

- Advertisement -

શનિવાર અને રવિવારે પણ ભારે વરસાદની આગાહી

જ્યારે શનિવારે 20મીના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. ભરૂચ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 21મી જુલાઈના રોજ સુરત, ડાંગ, દમણ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

- Advertisement -

ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

22મી જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

બે કલાકમાં કલ્યાણપુરમાં પાંચ ઇંચ વરસાદ

જ્યારે ગુરૂવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાથી નદીઓ બે કાંઠે થઈ હતી. ત્યારે મોડી રાત્રે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીના બે કલાકમાં કલ્યાણપુરમાં પાંચ ઇંચ, પોરબંદરમાં 2.3 ઇંચ અને રાણાવાવમાં 1.4 ઇંચ વરસાદ પડ્યો છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ગુરૂવારે રાત્રિના બે કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી કલ્યાણપુરના હરીપર ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.

Share This Article