ભારતનો આર્થિક વિકાસ દર જીડીપીમાં ઘટાડો

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 30 : દેશની અર્થવ્યવસ્થા માટે થોડા માઠા સમાચારમાં ભારતનો આર્થિક વિકાસ દર વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળા એપ્રિલ-જૂનમાં ઘટીને 15 મહિનાના નીચલા સ્તર 6.7 ટકા પર આવી ગયો હતો. આજે બહાર પાડવામાં આવેલા સરકારી આંકડા અનુસાર મુખ્ય રીતે કૃષિ અને સેવા ક્ષેત્રમાં નબળા દેખાવને કારણે જીડીપીમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી 8.2 ટકા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 6.7 ટકા વૃદ્ધિનું અનુમાન છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં 8.2 ટકાની વૃદ્ધિ થઈ હતી. 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 9.7 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં આ દર 8.5 ટકાનો હતો. 2024-26ના પહેલા ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીવીએમાં 6.8 ટકાની વૃદ્ધિ થઈ છે.

gdp

- Advertisement -

જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 8.3 ટકાની વૃદ્ધિ થઈ હતી. આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતના જીડીપીનો વૃદ્ધિ દર ધીમો પડીને 6.7 ટકા થયો છે. અર્થશાત્રીઓનું માનવું હતું કે લોકસભા ચૂંટણી બાદ સરકારી ખર્ચમાં મંદીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ ધીમી પડી જશે. જો કે વિશેષજ્ઞોનુ કહેવું છે કે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી પ્રમુખ અર્થવ્યવસ્થાનો ટેગ જાળવી રાખશે. ચીને એપ્રિલ-જૂન 2024માં 4.7 ટકા વૃદ્ધિ નોંધાવી છે. એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળાના જીડીપી ડેટા પહેલાં મુડીઝે ભારત માટે પોતાના જીડીપી ગ્રોથ અનુમાનને સંશોધિત કર્યું હતું. મુડીઝ રેટિંગ્સ અનુસાર ભારતની જીડીપી 2024મા 7.2 ટકા અને 2025મા 6.6 ટકાના દરે વધવાનું અનુમાન છે. રેટિંગ એજન્સી ભારતીય અર્થવ્યવસ્થા માટે એક મજબૂત વ્યાપક-આધારિત વિકાસનું અનુમાન રાખે છે. નાણાકીય વર્ષ 2025 માટે ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ 7થી 7.2 ટકા વચ્ચે રહેશે.

Share This Article