ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે અહીં ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના પ્રથમ સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતા કહ્યું હતું કે સાયબર સુરક્ષા વિના રાષ્ટ્રનો વિકાસ અશક્ય છે, તેમણે ઉમેર્યું હતું કે ટેકનોલોજી માનવતા માટે આશીર્વાદ સમાન છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે, અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ટેક્નોલોજીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ટેક્નોલોજીના કારણે ઘણા જોખમો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સાયબર સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. સાયબર સુરક્ષા વિના આપણે આપણા રાષ્ટ્રને સુરક્ષિત કરી શકીશું નહીં. I4C જેવા પ્લેટફોર્મ આમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

