બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈ, 07 નવેમ્બર. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને મુંબઈ પોલીસના લેન્ડલાઈન ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેન્ડલાઈન નંબર પર ધમકીભર્યો કોલ મળ્યા બાદ બાંદ્રા પોલીસે સાયબર પોલીસ સ્ટેશનની મદદથી તપાસ શરૂ કરી છે. આ ધમકી બાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 308 (4) અને 351 (3) (4) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસે આ અંગે સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ ફોન કોલ છત્તીસગઢ રાજ્યના રાયપુરથી કરવામાં આવ્યો હતો અને ફોન કરનારનું નામ ફૈજના છે. મુંબઈ પોલીસની એક ટીમ બુધવારે જ રાયપુર જવા રવાના થઈ ગઈ છે.

