હુમલા પાછળનો હેતુ જાણવા મળ્યો નથી.

newzcafe
2 Min Read

ઑસ્ટ્રેલિયાના સિડનીના મોલમાં છુરા બાજી : છ મોત


સિડની, તા.13 : ઓસ્ટ્રેલિયાના શહેર સિડનીના એક શોપિંગ મોલમાં આજે ચાકૂબાજીની ઘટના બની હતી. અચાનક બનેલી ઘટનામાં નવ મહિનાના એક બાળક સહિત છનાં મોત થયાં હતાં. અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસના ગોળીબારમાં ચાકૂબાજ હુમલાખોર માર્યો ગયો હતો. 40 વર્ષીય હુમલાખોર કાયદાક્ષેત્ર સાથે સંકળાયો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. આ ઘટના વેસ્ટફીલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ મોલમાં બની હતી. પોલીસના ગોળીબારમાં હુમલાખોર માર્યો ગયો હતો. હુમલા પાછળનો હેતુ જાણવા મળ્યો નથી. 


 


આસિસ્ટન્ટ કમિશનર એન્થની કુકીએ જણાવ્યું હતું કે સંદિગ્ધ હુમલાખોર મોલમાં સ્થાનિક સમય મુજબ બપોરે 3.10 કલાકે (ભારતીય સમય મુજબ સવારે 10.30 વાગ્યે) ઘૂસ્યો હતો. આ પછી તે થોડી વાર માટે બહાર ગયો હતો અને તે પછી અચાનક પરત આવીને લોકો પર ધડાધડ છરીના ઘા કરીને હુમલો કર્યો હતો. આ દરમ્યાન ગોળીઓનો અવાજ પણ સંભળાયો હતો. 


 


હુમલાખોરે ધડાધડ ચાકૂ ચલાવતાંની સાથે જ અફરાતફરી મચી હતી અને ભયભીત લોકોએ નાસભાગ મચાવી હતી. ઘટના બની તે વખતે મોલની અંદર હજારો લોકો મોજૂદ હતા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુકીએ જણાવ્યું હતું કે હુમલાખોર એકલોજ મોલમાં ઘૂસ્યો હતો. હુમલાખોરની ઓળખ થવી હજુ બાકી છે. ઓસ્ટ્રેલિયાન વડાપ્રધાન એન્થની અલ્બનીઝને હુમલાની જાણકારી આપવામાં આવી હતી.

Share This Article