મંગલ પાંડેનો શહીદ દિવસ, 1857ની ક્રાંતિના મહાનાયકને અંગ્રેજોએ ફાંસી આપી

newzcafe
2 Min Read

મંગલ પાંડેનો શહીદ દિવસ,


આજનો ઇતિહાસ 8 એપ્રિલ : મંગલ પાંડેનો શહીદ દિવસ, 1857ની ક્રાંતિના મહાનાયકને અંગ્રેજોએ ફાંસી આપી


Today history 8 April : આજે 8 એપ્રિલ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના વર્ષ 1857ના સ્વાતંત્રતા સંગ્રામના મહાનાયક મંગલ પાંડેનો શહીદ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…


 આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના વર્ષ 1857ના સ્વાતંત્રતા સંગ્રામના (1857 revolt) મહાનાયક મંગલ પાંડેનો શહીદ દિવસ (mangal pandey shahid diwas) છે. અંગ્રેજોએ તેમને નક્કી કરાયેલી 18 એપ્રિલના બદલે 10 દિવસ પહેલા 8 એપ્રિલના રોજ બેરકપુરમાં ફાંસી આપી હતી. ભારતના રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ’ના (vande mataram) રચયિતા બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયની (Bankimchandra Chattopadhyay) પુણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (8 April history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…


8 એપ્રિલની મહત્વપૂર્ણ ઘટનાઓ


1857 – મંગલ પાંડે શહીદ દિવસ. ભારતના 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અંગ્રેજો પર પ્રથમ ગોળી ચલાવનાર મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી.


1929 – ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન ભગત સિંહ અને બટુકેશ્વર દત્તની દિલ્હી સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.


1950 – ભારત અને પાકિસ્તાન વચ્ચે લિયાકત-નેહરુ કરાર. આ કરાર બંને દેશોમાં રહેતા લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતાઓને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો.


1973 – સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસોનું અવસાન. તેમને કદાચ 20મી સદીના સૌથી પ્રતિભાશાળી ચિત્રકાર માનવામાં આવે છે.


1988 – જનરલ વેંગ શાંગ કુન ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.


1999 – ડ્રોર ઓરપાઝ અને કારમિટ સુબેરા (ઇઝરાયેલ) એ 30 કલાક 45 મિનિટ સુધી સતત ચુંબન કરવા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ બનાવ્યો, ચીને ડાંગરના ભૂસામાંથી વીજળીનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું.


2000 – કોલંબિયાના કાર્ટિજેના શહેરમાં જૂથનિરપેક્ષ દેશોના વિદેશ મંત્રીઓની 13મી પરિષદ શરૂ થઈ.

Share This Article