US Deportation: આ વખતે શનિવારે આવતા પ્લેનમાં 119 લોકોમાં ગુજરાતીઓ પણ સામેલ!

Arati Parmar
2 Min Read

US Deportation: અમેરિકાએ જે પ્રમાણે વાયદો કર્યો હતો તે પ્રમાણેની કામગીરી કરી રહ્યું છે, ભારતમાં ફેબ્રુઆરીની શરુઆતમાં જ્યારે અમેરિકન મિલિટરીનું કાર્ગો પ્લેન ભારતીયોને લઈને અમૃતસર આવી રહ્યું છે, આ વખતે ગઈ વખત કરતા વધુ લોકોને લઈને યુએસ આર્મીનું પ્લેન આવી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે, આ અંગે વધુ સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી. આ વખતે પણ જે ફ્લાઈટ આવી રહી છે તેમાં ગુજરાતના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. પરંતુ પાછલી વખતે ગુજરાતીઓ હતા તેના કરતા આ વખતે ઓછા હોવાની વિગતો મળી રહી છે. પ્રાથમિક માહિતીઓ મળી રહી છે તે પ્રમાણે આ પ્લેન ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા લોકોને લઈને લઈને શનિવારે રાત્રે અમૃતસર પહોંચવાનું છે.

અમેરિકાનું સૈન્ય પ્લેન વધુ 119 લોકોને લઈને ભારત આવી રહ્યું છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા લોકોને દેશવટો આપવામાં આવ્યો હોય તેમને સેનાના કાર્ગો પ્લેનમાં લાવવામાં આવશે, આ વખતે આવી રહેલા ઈલીગલ ઈમિગ્રેન્ટ્સમાં 10 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

- Advertisement -

નોંધનીય છે કે, અમેરિકાનું C-17 પ્લેન ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં આવ્યા બાદ ચાલુ મહિનાના મધ્યમાં બીજુ એક કાર્ગો પ્લેન ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા ભારતીયોને લઈને અમૃતસરમાં લેન્ડ થવાનું છે. આ વિમાન અમૃતસરમાં શનિવારે રાત્રે 10.05 વાગ્યે લેન્ડ થશે તેવી માહિતી હાલ મળી રહી છે.

પાછલી વખતે 104 એવા ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા હતા કે જેઓ ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી, જેમાં 33 ગુજરાતના લોકોનો પણ સમાવેશ થતો હતો. ફરી એકવાર ગુજરાતીઓ સહિત દેશના અલગ-અલગ ભાગમાંથી અમેરિકા ડંકી રૂટથી ગયેલા લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે.

- Advertisement -

એક રિપોર્ટ મુજબ 7,25,000 કરતા વધુ ભારતીયો અમેરિકામાંગેરકાયદે રહેતા હોવાનો આંકડો છે અને જે અમેરિકામાં ગેરકાયદે રહેતા સૌથી મોટા સમુદાયોમાંથી એક કહેવાય છે.

Share This Article