Railway Apprenticeship Recruitment: રેલવેમાં સરકારી નોકરીનો મોકો! છેલ્લી તારીખ નજીક છે – માહિતી આજે જ મેળવો!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Railway Apprenticeship Recruitment: રેલવેમાં કામ કરવાની ઇચ્છા રાખતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે (SECR) દ્વારા કુલ 1007 એપ્રેન્ટિસ પદો માટે ભરતી બહાર પાડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ જાણી લો.

જો તમે રેલવેમાં કારકિર્દી બનાવવા ઇચ્છો છો, તો આ તમારા માટે એક શાનદાર તક છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે, આરઆરસી નાગપુર વિભાગે એપ્રેન્ટિસના બમ્પર પદો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઈટ પર જઈ તપાસ કરી શકાશે.

- Advertisement -

અરજી કેવી રીતે કરવી?

જે લોકો આ ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે, તેમને apprenticeshipindia.gov.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવું પડશે. 4 મે 2025 સુધી અરજી કરી શકાશે. એકવાર છેલ્લી તારીખ પસાર થઈ ગયા બાદ, અરજી કરવાની તક મળશે નહીં.

- Advertisement -

ખાલી જગ્યાઓની વિગતો

SECR દ્વારા કુલ 1007 પદો માટે ભરતી બહાર પાડી છે. જેમાંથી 919 પદો નાગપુર વિભાગ માટે અને 88 પદો વર્કશોપ મોતીબાગ માટે ફાળવવામાં આવ્યા છે.

- Advertisement -

અરજી માટે લાયકાત શું છે?

અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી દસમું ધોરણ 50% ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ. સાથે જ સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

ઉંમર મર્યાદા

જાહેરાત મુજબ ઉમેદવારની ઉંમર ન્યૂનતમ 15 વર્ષ અને અધિકતમ 24 વર્ષ (તારીખ 5 એપ્રિલ 2025 મુજબ) હોવી જોઈએ.
અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટ મળશે.
SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ અને PWD માટે 10 વર્ષ.

ફી કેટલીછે?

General/OBC/EWS: રૂપિયા 100
SC/ST/PWD: કોઈ ફી નહીં
સ્ટાઈપેન્ડ કેટલું મળશે?

2 વર્ષના ITI કોર્સ માટે: રૂપિયા 8050 પ્રતિમાસ
1 વર્ષના ITI કોર્સ માટે: રૂપિયા 7700 પ્રતિમાસ

અરજી કરવાની રીત

સૌથી પહેલાં secr.indianrailways.gov.in પર જાઓ.
રજિસ્ટ્રેશન કરો અને લોગિન કરો.
અરજી ફોર્મમાં તમામ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
અંતે ફોર્મનું પ્રિન્ટઆઉટ કાઢી સાચવો.

SECR દ્વારા જાહેર થયેલી ભરતીમાં રેલવેમાં નોકરી ઈચ્છતા યુવાઓ માટે સારી તક છે. સરળ લાયકાત, ન્યૂનતમ ફી અને યોગ્ય સ્ટાઈપેન્ડ સાથે આ તકનો લાભ સમયસર લઈ શકાય છે.

Share This Article