UBI SO Vacancy 2025: સરકારી નોકરી શોધતા યુવઓ માટે ખુશખબર છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI) એ 500 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જાણો સમગ્ર ડિટેલ્સ..
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI) એ યુવાનોને એક શાનદાર મોકો આપ્યો છે. બેંકે સ્પેશિયલિસ્ટ ઓફિસર (SO) પોસ્ટ પર ભરતી માટે અરજી પ્રોસેસ શરુ કરી દિધી છે. કુલ 500 પોસ્ટ પર યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. આમાં આસિસ્ટન્ટ મેનેજર (ક્રેડિટ) અને આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) બંને પોસ્ટનો સમાવેશ થાય છે. ઇચ્છુક ઉમેદવારો યુનિયન બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું ફોર્મ ભરી શકે છે. ભરતી સાથે જોડાયેલી તમામ ડીટેલ્સ અહીં આપવામાં આવી છે. ચાલો જોઇએ..
અરજીની લાસ્ટ ડેટ
આ ભરતી માટે કેંડિડેટ્સ 20 મે 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો.
આટલી પોસ્ટ પર થશે ભરતી
આ ભરતી હેઠળ કુલ 500 ખાલી પોસ્ટ ભરવામાં આવશે. આમાથી 250 પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજર (ક્રેડિટ) અને 250 પોસ્ટ અસિસ્ટંટ મેનેજર (આઈટી) માટે છે. બેંકની આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારને શૈક્ષણિક યોગ્યતા અને આયુ સીમાની શરતો પુરી કરવાની રહેશે.
કેટલી છે શૈક્ષણિક લાયકાત?
આસિસ્ટન્ટ મેનેજર – ક્રેડિટ: કોઈ પણ વિષયમાં બેચલર ડિગ્રી સાથે BCA, CMA, ICWA, CS કે ફાઇનાન્સમાં વિશેષતા સાથે MBA /PGDM /PGDBM ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
આસિસ્ટન્ટ મેનેજર- આઇટી: કમ્પ્યુટર સાયન્સ, આઈટી, ઇલેક્ટ્રોનિક્સ, ડેટા સાયન્સ, AI, સાઇબર સિક્યોરિટી જેવા ટેક્નિકલ વિષયોમાં BE/BTech, MCA, MSc(IT), MTech કે સમાન ડિગ્રી જરુરી છે.
એજ લિમિટ અને ફીની માહિતી
અરજદારની ઉંમર 22 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જોકે, આરક્ષિત વર્ગોના ઉમેદવારોને એજ લિમિટમાં છુટ આપવામાં આવશે. આ વેકેંસી માટે જનરલ, OBC અને EWAS કેટેગરી માટે ફી 1,180 છે. જ્યારે SC, ST અને PWD ઉમેદવારોને 177 રુપિયા ફી ચૂકવવાની રહેશે. ફી ઓનલાઇન ચુકવવાની રહેશે.
આવી રીતે કરો અરજી
ઉમેદવાર યુનિયન બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઈને Careers સેક્શનમાં અરજી કરી શકે છે. અરજી કરતા સમયે તમામ દસ્તાવેજો તૈયાર રાખવા અને ફી સમય ચૂકવવી. ફી વિના અરજી સ્વીકારવામાં નહીં આવે.