કાળઝાળ મોંઘવારીના એંધાણ, મંડીઓમાંથી ગાયબ થઈ રહ્યા છે ઘઉં

newzcafe
3 Min Read

કાળઝાળ મોંઘવારીના એંધાણ, મંડીઓમાંથી ગાયબ થઈ રહ્યા છે ઘઉં


દેશમાં ઘઉંની કિંમતમાં વિક્રમજનક લેવલ પર પહોંચી ગયા છે. દેશના અનેક ભાગોમાં ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવ રૂપિયા 3000 થી ઉપર પહોંચી ગયા છે. ડીલર્સ તથા ખેડૂતોનું કહેવું છે કે સપ્લાઈ માટે સરકાર દ્વારા વધારાનો સ્ટોક માર્કેટમાં લાવવામાં થઈ રહેલા વિલંબ તેમ જ ગયા વર્ષે થયેલા ઓછા ઉત્પાદનને પગલે ઘરેલુ બજારમાં ઘઉંના ઓછા ઉત્પાદનને લીધે સ્થાનિક બજારોમાં ઘઉંની કિંમતમાં એક નવો જ રેકોર્ડ સ્થપાઈ રહ્યો છે. આ સાથે ઘઉં સાથે સંકળાયેલી અન્ય ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં પણ ભાવ વધારો થવાની શક્યતા છે.


 


 


સરકારના નિર્ણયમાં વિલંબને લીધે કિંમત વધી


ડિસેમ્બર,2022માં એવા સંકેત આપવામાં આવ્યા હતા કે ખુલ્લા માર્કેટમાં 2થી 3 મિલિયન ટન ઘઉં મિલરોથી લઈ બિસ્કીટ બનાવતી કંપનીઓને આપવામાં આવશે. અહેવાલ પ્રમાણે 23 જાન્યુઆરી,2023ના રોજ ઈન્દોર માર્કેટમાં ઘઉંની કિંમત પ્રતિ ટન 29,375ના સ્તરે પહોંચી હતી. આ ઉપરાંત સોમવારે દિલ્હીમાં પણ ઘઉંની કિંમત 2 ટકા ઉછળીને પ્રતિ ટન 31,508 લેવલ પર પહોંચી ગયા છે. ઉત્તર પ્રદેશમાં પણ કિંમતો 3200 લેવલ પર પહોંચી ગઈ છે.


 


છેલ્લા એક વર્ષમાં લોટની કિંમતમાં 40 ટકાનો ઉછાળો


છેલ્લા એક વર્ષમાં ઘઉં અને લોટની કિંમતોને જોઈએ તો ગ્રાહક બાબતના મંત્રાલયના આંકડા પ્રમાણે એપ્રિલ,2022માં ઘઉંની સરેરાશ કિંમત પ્રતિ કિલો રૂપિયા 22 હતી,જે 23 જાન્યુઆરી,2023માં 28 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે આ અવધી દરમિયાન કિંમતોમાં 27 ટકાનો ઉછાળો આવ્યો છે.જે લોટની સરેરાશ કિંમત એપ્રિલ,2022માં પ્રતિ કિલો 25 હતી,જે વર્તમાન સમયમાં 23 જાન્યુઆરી,2023માં પ્રતિ કીલો 35 થઈ ગઈ છે. આમ છેલ્લા 10 મહિનામાં ભાવમાં આશરે 40 કિલો વધારો થયો છે.


 


પૂર્વી ભારતની મંડીઓમાં ઘઉંનો પુરવઠો ખૂબ જ ઓછો


જાણકારોના મતે ખુલ્લા બજારમાં ઘઉંનો સપ્લાઈ થઈ રહ્યો નછી. જ્યારે પૂર્વી ભારતમાં ઘઉં મંડિઓમાં ઘઉંનો પુરવઠો સંપૂર્ણપણે ગુમ છે. ઉત્તર પ્રદેશની મંડીઓમાં ઘઉં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે.જે ગુજરાતમાંથી મંડીઓમાં સપ્લાઈ કરવામાં આવે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે PMGKAY અંતર્ગત ઘઉંનું વિતરણ બંધ છે અને માગ તીવ્ર વધારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2015 ભાવ હતો,જે વર્ષ 2023માં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2125 થઈ ગયો હતો.

Share This Article