Haveri Gangrape: શું તમે ક્યારેય ગેંગરેપના આરોપમાં જેલમાં બંધ આરોપીઓની જમાનત મળતા નાચતાં અને વિક્ટ્રી પરેડ નીકાળતાં જોયા છે. કદાચ તમે આવું ક્યારેય નહીં જોયું હોય કારણ કે, આ કોઈ સાધારણ ગૂનો નથી. આ એવો ગુનો છે જે કર્યા પછી કોઈની પણ ઉંઘ ઉડી જાય છે. પરંતુ અમે જે આરોપીની વાત કરીએ છીએ, તેની ઉંઘ ઉડવાની તો દૂરની વાત છે, પણ તેને એ વાતનો કોઈ અફસોસ સુધી પણ નથી કે, તેણે કેટલો મોટો ગૂનો કર્યો છે. આ ઘટના કર્નાટના હાવેરીની છે. જ્યાં ગેંગરેપના આરોપીને કોર્ટમાંથી જમાનત મળી ગઈ હતી. બહાર આવ્યા પછી તેણે એક વિક્ટ્રી પરેડ નીકાળી હતી. આ પરેડમાં તેની સાથે બાઈક અને કારનો કાફલો જોવા મળ્યો હતો. આ લોકોએ વિક્ટ્રી પરેડમાં પણ ઘણો હોબાળો મચાવ્યો હતો.
યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો
તમને જણાવી દઈએ કે આ કેસ 16 મહિના જૂનો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કર્ણાટકના હાવેરીમાં જ્યારે એક આંતર-ધાર્મિક યુગલના હોટલ રૂમમાં ઘણા લોકો ઘૂસી આવ્યા હતા. એ પછી આરોપીઓ મહિલાને નજીકના જંગલમાં ખેંચી ગયા અને કથિત રીતે તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલો જ્યારે સામે આવ્યો તો પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી હતી.
ये बॉर्डर पर पराक्रम दिखाकर लौटे जांबाज नहीं है, ये गैंगरेप के आरोपियों का रोडशो है.
जमानत पर बाहर आए हैं. pic.twitter.com/pWRw8tRN9Y
— Gaurav Shyama Pandey (@Gauraw2297) May 23, 2025
કેસમા આરોપીઓને કોર્ટમાંથી જમાનત મળી
હવે આ કેસમા આરોપીઓને કોર્ટમાંથી જમાનત મળી ગઈ છે. જમાનત મળતાની સાથે જ આરોપીઓએ વિક્ટ્રી પરેડ નીકાળી હતી. આ પરેડ હાવેરીના અક્કી અલૂર તાલુકામાં નીકાળવામાં આવી હતી. આ પરેડ દરમિયાન બાઈક સવારોએ ફરી હોબાળો મચાવ્યો હતો. એવુ લાગી રહ્યું હતું કે આ લોકોને એ વાતનો કોઈ અફસોસ નથી કે તેમણે કેટલો ધૃણાસ્પદ કામ કર્યું હતું, અને તેના કારણે તેઓને સજા મળી હતી. આ વિક્ટ્રી પરેડનો એક વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આરોપીઓ હસતાં જોવા મળી રહ્યા છે. આરોપીઓ સાથે ધમાલ મચાવી રહેલા લોકોનો વીડિયો જોઈ સ્થાનિક લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.
કોર્ટે હાલમાં જ મુખ્ય સાત આરોપીઓને જમાનત
ઉલ્લેખનીય છે કે, હાવેરી સત્ર કોર્ટે હાલમાં જ મુખ્ય સાત આરોપીઓને જમાનત આપી છે. જે આરોપીઓને ગેંગરેપ કેસમાં જમાનત આપવામાં આવી છે, જેમાં આફતાબ ચંદનકટ્ટી, મદાર સાબ મંડક્કી, સમીવુલ્લા લાલનવર, મોહમ્મદ સાદિક અગાસિમાની, શોએબ મુલ્લા, તૌસીપ ચોટી અને રિયાઝ સાવિકેરીનો સમાવેશ થાય છે. 26 વર્ષીય મહિલા સાથે સામુહિક બળાત્કારના કેસમાં ધરપકડ બાદ તમામને કેટલાક મહિના સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.