Smriti Mandhana Makes History: વિમેન્સ ODI ક્રિકેટમાં એક વર્ષમાં 1,000 રન બનાવનારી પ્રથમ ભારતીય ખેલાડી

Arati Parmar
2 Min Read

Smriti Mandhana Makes History: ICC વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025માં ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વચ્ચેનો મુકાબલો વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરી રહી છે અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ મેદાનમાં ઉતરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જોકે સ્મૃતિ મંધાનાનું બેટ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાંત રહ્યું હતું, પરંતુ તે સતત નવા રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે એ કારનામું કર્યું છે જે વિમેન્સ ક્રિકેટના 52 વર્ષના ઈતિહાસમાં કોઈ નથી કરી શક્યું.

વિમેન્સ ODIમાં એક વર્ષમાં 1,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી

સ્મૃતિ મંધાનાનો 2025માં અત્યાર સુધી ODI ફોર્મેટમાં શાનદાર રેકોર્ડ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની તેની ઈનિંગમાં 12 રન પૂરા કરતાની સાથે જ, મંધાનાએ આ વર્ષે ODIમાં 1,000 રન પૂરા કર્યા છે. સ્મૃતિ મંધાના વિમેન્સ ODI ક્રિકેટ ઈતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં 1,000 રનનો આંકડો પૂર્ણ કરનારી પ્રથમ ખેલાડી બની છે. આ પહેલા, સાઉથ આફ્રિકા સામેની પાછલી મેચમાં, સ્મૃતિએ વિમેન્સ ODI ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

મંધાનાએ ફક્ત 18 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી

વિમેન્સ ODIમાં એક વર્ષમાં 1,000 રનનો આંકડો પૂર્ણ કરનારી પ્રથમ ખેલાડી સ્મૃતિ મંધાનાએ ફક્ત 18 ઈનિંગ્સમાં 59.64ની એવરેજ સાથે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ દરમિયાન મંધાનાએ 4 સદી અને 4 અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામેની આ ODI વર્લ્ડ કપ મેચ ટીમ ઈન્ડિયાની ટુર્નામેન્ટની ચોથી મેચ છે. અગાઉની ત્રણ મેચમાંથી, તેણે બે જીતી છે અને એક હારી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો.

Share This Article