પાયલોટની ટ્રેનિંગ કેવી હોય છે?
પાયલોટ બનવાની શરૂઆત 12મા ધોરણથી થાય છે. ઉમેદવારોએ ફિઝીક્સ અને મેથ્સ સાથે 12મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. આ પછી, તેમણે DGCA દ્વારા માન્યતા પ્રાપ્ત ફ્લાઈંગ સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોય છે. આ માટે લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે, ત્યારબાદ 200 કલાકની ફ્લાઈટ ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી, ઉમેદવારને કોમર્શિયલ પાયલોટ લાઈસન્સ આપવામાં આવે છે, જે તેમને એરલાઈન અથવા પ્રાઈવેટ એવિએશન કંપની માટે પાયલોટ તરીકે કામ કરવાની મંજૂરી આપે છે.
પાયલોટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે?
ભારતમાં પાયલોટ બનવાની સમગ્ર પ્રક્રિયામાં આશરે 35થી 40 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ ખર્ચ ઉમેદવાર કયા કોર્ષનો અભ્યાસ કરે છે તેના પર આધાર રાખે છે. આ કોર્સમાં સ્ટુડન્ટ પ્રાઈવેટ લાઈસન્સ, પ્રાઈવેટ પાયલોટ લાઈસન્સ અથવા કોમર્શિયલ પાયલોટ લાઈસન્સનો સમાવેશ થાય છે. આ કોર્સ દરમિયાન, વિદ્યાર્થીઓ નેવિગેશન, એર રેગ્યુલેશન, હવામાનશાસ્ત્ર અને એરક્રાફ્ટ ઓપરેશન્સ સાથે જોડાયેલી ટ્રેનિંગ મેળવે છે.

