Ranji Fastest Fifty World Record: એક ઓવરમાં ૬ છગ્ગા: રણજી ટ્રોફીમાં આકાશ ચૌધરીએ રવિ શાસ્ત્રી અને સોબર્સની યાદ અપાવી! માત્ર ૧૧ બોલમાં ૫૦ રન બનાવીને ઈતિહાસ રચ્યો

Arati Parmar
2 Min Read

Ranji Fastest Fifty World Record: ભારતની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફી ટેસ્ટ ફોર્મેટમાં રમાતી રેડ-બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. જોકે, મેઘાલયના ખેલાડી આકાશ ચૌધરીએ સુરતમાં અરુણાચલ પ્રદેશ સામે પ્લેટ ગ્રુપ મેચમાં માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય બેટરે સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટીનો વિશ્વ રેકોર્ડ બન્યો છે. આકાશ ચૌધરીએ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે આકાશ ઇનિંગમાં 8 બોલમાં સતત 8 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.

ભારતીય બેટરે સૌથી ઝડપી અડધી સદી રચ્યો ઈતિહાસ

- Advertisement -

આકાશ ચૌધરીએ તેની ઇનિંગ્સમાં 14 બોલમાં 50 રન બનાવ્યા. જેમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા છે, ત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા તે દુનિયાનો ત્રીજો ખેલાડી બન્યો છે. આ પહેલા રવિ શાસ્ત્રી અને ગૈરી સોબર્સે ફર્સ્ટ ક્લાસ મેચમાં એક ઓવરમાં 6 છગ્ગા લગાવ્યા હતા.

- Advertisement -
Share This Article