Tamil Nadu Cylinders Truck Blast: તમિલનાડુમાં LPG સિલિન્ડર ભરેલી ટ્રક પલટી: અરિયાલૂર નજીક એક પછી એક સિલિન્ડર વિસ્ફોટ, ૨ કિલોમીટર દૂર સુધી સંભળાયો ધડાકો!

Arati Parmar
1 Min Read

Tamil Nadu Cylinders Truck Blast: ગેસ સિલિન્ડરથી ભરેલી એક ટ્રક અચાનક પલટી જતાં તમિલનાડુના અરિયાલૂર જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મંગળવારે અરિયાલૂર નજીક વરણાવાસી ખાતે ટ્રક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા આ એલપીજી સિલિન્ડર ભરેલી ટ્રક પલટી ગઈ હતી. પરિણામે, સિલિન્ડરમાં આગ લાગી અને એક પછી એક વિસ્ફોટો થવાથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.

ડ્રાઇવરે માંડ-માંડ જીવ બચાવ્યો

- Advertisement -

ટ્રક પલટી જતાં ડ્રાઇવર કોઈક રીતે બહાર કૂદી જવામાં સફળ રહ્યો, જેના કારણે તેને મામૂલી ઇજાઓ જ થઈ છે અને તેને અરિયાલૂરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ સિલિન્ડર ફાટવાનો અવાજ આશરે 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાની જાણકારી પણ મળી છે અને બ્લાસ્ટ બાદ ફેલાયેલી આગને કારણે આસપાસના લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.

ટ્રાફિક ડાયવર્ટ કરાયો

- Advertisement -

આ દુર્ઘટના બાદ ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમજ ઘટનાની જાણ થતાં જ અરિયાલૂરના કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP) પણ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Share This Article