Investment Options for Higher Returns: FD થી વધુ રિટર્ન કમાવવાની તક: સુરક્ષિત રોકાણકારો માટે ૫ શ્રેષ્ઠ વિકલ્પો! ૮.૦૫% વ્યાજ આપતા સરકારી બોન્ડ્સથી લઈને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ સુધી

Arati Parmar
2 Min Read
Investment Options for Higher Returns: મોટાભાગના લોકો હજુ પણ એફડીને એક વધુ સારા ઇન્વેસ્ટમેન્ટ તરીકે જૂએ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે ફિક્સ્ડ ડિપોઝિટ એક સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, પરંતુ આજે તમારી પાસે ઘણા એવા વિકલ્પો છે, જે એફડી કરતા પણ વધુ સારું રિટર્ન આપી શકે છે. રોકાણકારો સરકારી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ, કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અને સોવરેન ગોલ્ડ બોન્ડ જેવા ઓપ્શન્સ દ્વારા ઊંચા વ્યાજ દર અને ડાયવર્સિફિકેશન મેળવી શકે છે.
જો તમે પણ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો છો, તો થોડું આગળનું વિચારવા માટે યોગ્ય સમય છે. એફડી સુરક્ષિત જરૂર છે, પરંતુ આજની બદલતી અર્થવ્યવસ્થામાં તે હંમેશા પ્રોફિટેબલ ઓપ્શન સાબિત થતી નથી.
વિંટ વેલ્થના CEO અજિંક્ય કુલકર્ણીએ જણાવ્યું કે એફડી ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરવા માટે યોગ્ય હોઈ શકે છે, પરંતુ લાંબા સમયમાં એસેટ બનાવવા માટે વધારે મદદરૂપ સાબિત થતી નથી. તો અહીં અમે તમને એવા 5 ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ વિશે જણાવીશું જે વધારે રિટર્ન અને વધારે ડાયવર્સિફિકેશન આપી શકે છે.
ગવર્નમેન્ટ બોન્ડ્સ: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આ બોન્ડ લગભગ રિસ્ક ફ્રી માનવામાં આવે છે. RBIના ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ પર હાલ 8.05% વ્યાજ મળી રહ્યું છે. રોકાણકારો RBI Retail Direct Scheme દ્વારા તેમાં રોકાણ કરી શકે છે.
કોર્પોરેટ બોન્ડ્સ: કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવતા આ બોન્ડ્સ FDથી વધારે વ્યાજ (9-11%) આપે છે. જોકે, તેમાં રિસ્ક થોડું વધારે હોય છે, તેથી ક્રેડિટ રેટિંગ જોઈને રોકાણ કરવું સલાહ ભર્યું છે.
કોર્પોરેટ એફડી: આ બેંક FDsથી વધારે રિટર્ન આપી શકે છે, પરંતુ સરકારી ગેરન્ટી હોતી નથી. AAA રેટેડ NBFC જેમ કે બજાજ ફિનસર્વ કે શ્રીરામ ફાઇનાન્સમાં રોકાણ સેફ માનવામાં આવે છે.
સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ (CDs): બેંકો અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ તરફથી જાહેર કરવામાં આવતો આ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે. 1-3 વર્ષના ટેન્યોર માટે આ તમને સેવિંગ એકાઉન્ટ કરતા વધારે રિટર્ન આપે છે.
સોવરેન ગોલ્ડ બોન્ડ (SGBs): ભારતીય રીઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવતા આ બોન્ડ્સ સોનાની કિંમત સાથે કનેક્ટ હોય છે અને 2.5% વાર્ષિક વ્યાજ પણ આપે છે. જોકે, હવે નવા ઇશ્યૂ બંધ છે અને તેમને માત્ર એક્સચેન્જ પર જ ખરીદી શકાય છે.
Share This Article