Shubman Gill Press Conference: શુભમન ગિલનો મોટો ખુલાસો! ‘શમીભાઈ જેવા બોલર ભાગ્યે જ મળે, પણ અમારી નજર આગામી સિરીઝ પર છે’! ઈડન ગાર્ડન્સ ટેસ્ટ પહેલાં કેપ્ટનની કોન્ફરન્સ

Arati Parmar
5 Min Read

Shubman Gill Press Conference: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 માટે આ ટેસ્ટ સીરિઝ ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતે પોતાની છેલ્લી સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝને 2-0થી હરાવ્યું હતું. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર કરી હતી.

કોલકાતા ટેસ્ટ પહેલા 13 નવેમ્બરના રોજ ભારતીય કેપ્ટન શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન ગિલે અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી છે. ગિલે ટીમ કોમ્બિનેશન અને અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ગેરહાજરી અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શુભમને ઈગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમની કમાન સંભાળી.

- Advertisement -
Share This Article