Republic Day India: ૨૬ જાન્યુઆરીનો રોચક ઇતિહાસ: જાણો બંધારણ તૈયાર હોવા છતાં તેને લાગુ કરવા માટે કેમ જોવી પડી ૨ મહિનાની રાહ, શું છે પૂર્ણ સ્વરાજ સાથેનો સંબંધ

Arati Parmar
3 Min Read

Republic Day India: ભારતની લોકતાંત્રિક યાત્રામાં પ્રજાસત્તાક દિવસ એક મહત્વપૂર્ણ પ્રકરણ છે. દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ રિપબ્લિક ડે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા દેશનું બંધારણ લાગુ થવાનું પ્રતીક છે. જોકે, બહુ ઓછા લોકોને ખબર હશે કે દેશનું બંધારણ લાગુ થવાના ૨ મહિના પહેલા એટલે કે ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ તૈયાર હતું, તો પછી તેને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ કેમ લાગુ કરવામાં આવ્યું હતું? ચાલો આ લેખમાં વિગતવાર સમજીએ ૨૬ જાન્યુઆરી અને ભારત ‘પ્રજાસત્તાક’ બનવાનો ઇતિહાસ.

૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું બંધારણ

ભારતનું બંધારણ એક લેખિત દસ્તાવેજ છે. તે ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ તૈયાર થઈ ગયું હતું અને સ્વીકારવામાં આવ્યું હતું. ભારતીય બંધારણને બનવામાં ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા. ભારતના બંધારણના ઘડવૈયા કહેવાતા ડો. ભીમરાવ આંબેડકરે તેને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

- Advertisement -

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ કેમ લાગુ થયું હતું બંધારણ?

ભારતીય બંધારણ બન્યા અને અપનાવ્યાના ૨ મહિના પછી એટલે કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ લાગુ થયું હતું. આવું એટલા માટે થયું હતું કારણ કે વર્ષ ૧૯૩૦ માં ૨૬ જાન્યુઆરીએ લાહોર અધિવેશનમાં કોંગ્રેસે ‘પૂર્ણ સ્વરાજ’ ની જાહેરાત કરી હતી. આ જ કારણ છે કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું. આ દિવસે ભારતે બ્રિટિશ શાસન સામે આઝાદીના સંઘર્ષને પૂર્ણ કર્યો અને દેશમાં લોકતાંત્રિક યુગની શરૂઆત થઈ હતી.

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસનો ઇતિહાસ

ભારતમાં ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું હતું. આ દિવસે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ભારતીય ગણરાજ્યના ઐતિહાસિક જન્મની જાહેરાત થઈ હતી. ત્યારબાદ ૨૬ જાન્યુઆરીને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી અને તેને ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી.

- Advertisement -

પ્રજાસત્તાક દિવસ કેમ મનાવવામાં આવે છે?

પ્રજાસત્તાક દિવસ બંધારણને લાગુ કરવા અને તે દિવસની યાદમાં મનાવવામાં આવે છે જ્યારે ભારતે બ્રિટિશ કાળના કાયદાઓને ખતમ કરી દીધા હતા. આ દિવસ બંધારણ લાગુ થયા પછી દેશના તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે ઓળખાય છે.

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસનું મહત્વ શું છે?

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ભારતના લોકતાંત્રિક મૂલ્યોનો ઉત્સવ છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે તમામ નાગરિકો સમાન છે અને દેશના શાસનમાં તેમની ભૂમિકા છે. આ દિવસ બંધારણના મહત્વને સમજાવે છે, જે દેશના નાગરિકોના અધિકારો અને ફરજો જણાવે છે.

- Advertisement -
Share This Article