રાયબરેલીમાં સોનિયા ગાંધીની કહ્યું કે હું તમને મારો પુત્ર સોંપી રહી છું…

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 17 : કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ આજે રાયબરેલીમાં જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમ્યાન લોકોને ભાવુક અનુરોધ કરતાં સોનિયાએ કહ્યું, હું તમને મારો પુત્ર સોંપી રહી છું. તે તમને નિરાશ નહીં કરે. કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં રાયબરેલીથી રાહુલ ગાંધીને ઉમેદવાર બનાવ્યા છે. રાહુલ કેરળના વાયનાડ ઉપરાંત યુપીની રાયબરેલી બેઠકથી ઉમેદવાર છે.

આજે રાયબરેલીમાં જનસભા સંબોધતાં સોનિયાએ લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, તમારા સૌના પ્રેમે મને ક્યારેય એકલી પડવા દીધી નથી. મારું જે કાંઈ છે તે બધું તમારું આપેલું છે. હું તમને મારો પુત્ર સોંપી રહી છું. જેમ તમે મને પોતાની માની એ જ રીતે રાહુલને પણ પોતાનો માનવાનો છે. રાહુલ તમને નિરાશ કરશે નહીં.

- Advertisement -

brgemmt sonia

Share This Article