Job Interview Tips: તમને નોકરી પર કેમ રાખવા જોઈએ? જોબ ઈન્ટરવ્યુમાં પોતાના વિશે જણાવતા પહેલા સમજી લો બિલ ગેટ્સની આ વાત

Arati Parmar
3 Min Read

Job Interview Tips: ‘અમારે તમને નોકરી પર કેમ રાખવા જોઈએ?’ જોબ ઈન્ટરવ્યુમાં અવારનવાર આ સવાલ યુવાનોને મૂંઝવણમાં મૂકી દે છે. સારી તૈયારી હોવા છતાં આ પ્રકારનો પ્રશ્ન યુવાનોને વિચારતા કરી મૂકે છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે યુવાનોની આ સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આપ્યો છે. તેમણે જણાવ્યું કે જોબ ઈન્ટરવ્યુમાં આ સવાલ કેટલો મહત્વનો છે અને યુવાનોએ તેનો જવાબ કેવી રીતે આપવો જોઈએ.

પોતાના જીવનમાં અગણિત યુવાનોના ઈન્ટરવ્યુ લઈ ચૂકેલા બિલ ગેટ્સનું માનવું છે કે ટેકનિકલ નોલેજ અને સ્કિલ્સ ઘણું મહત્વ ધરાવે છે, પરંતુ જે રીતે ઉમેદવારો પોતાની પ્રેરણા, યોગ્યતા, ક્ષમતા અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સને ઈન્ટરવ્યુ પેનલ સામે રજૂ કરે છે તે ઘણું પ્રભાવિત કરે છે.

- Advertisement -

ખરેખર, બિલ ગેટ્સે 2020 માં NBA સ્ટાર સ્ટીફન કરીના યુટ્યુબ શો ‘સ્ટેટ ઓફ ઈન્સ્પિરેશન’ માં એક કોલેજ ડ્રોપઆઉટ યુવાનનો રોલ-પ્લે કર્યો હતો. તેમણે બતાવ્યું કે જો તેઓ માઈક્રોસોફ્ટમાં પહેલીવાર નોકરી માટે અરજી કરે, તો ઈન્ટરવ્યુમાં કેવી રીતે રજૂ થાત. ત્યારે તેમણે જણાવ્યું હતું કે અવારનવાર યુવાનો કેવા પ્રકારના સવાલોમાં ગૂંચવાઈ જાય છે અને તેમણે કેવી રીતે જવાબ આપવો જોઈએ.

‘અમારે તમને નોકરી પર કેમ રાખવા જોઈએ?’ આનો શું જવાબ આપવો જોઈએ?

અવારનવાર જ્યારે પણ ઈન્ટરવ્યુમાં આ સવાલ પૂછવામાં આવે છે ત્યારે ઉમેદવારો પોતાના વખાણ કરવાનું શરૂ કરી દે છે અને અહીં જ તેઓ થાપ ખાઈ જાય છે. બિલ ગેટ્સનું માનવું છે કે આ સવાલ પોતાના વખાણ કરવા વિશે નથી, પરંતુ પોતાની અગત્યતા સમજાવવાની તક આપે છે. જો આ સવાલ પૂછવામાં આવ્યો છે તો હાયરિંગ મેનેજર માત્ર તમારી સિદ્ધિઓની યાદી જોવા નથી માંગતા, તેઓ તમારા હુનર અને વિચારને પરખવા માંગે છે જે આગળ જતાં કંપનીના કામમાં આવી શકે.

- Advertisement -

રિપોર્ટ અનુસાર, ‘હું સખત મહેનત કરું છું’ અથવા ‘હું ટીમ સાથે મળીને કામ કરું છું’ જેવા ગોળ-ગોળ જવાબ આપવાને બદલે, બિલ ગેટ્સ સલાહ આપે છે કે તમે તમારા જવાબને એવી રીતે તૈયાર કરો કે તેમાં બરાબર એ જ ખૂબીઓ જણાવી શકાય જેની નોકરી આપનારને તલાશ છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ પદ માટે કંઈક નવું કરવાની જરૂર હોય, તો કોઈ ઉમેદવાર એ સમય વિશે જણાવી શકે છે જ્યારે તેણે પોતાની કોઠાસૂઝથી કોઈ મુશ્કેલ સમસ્યાનો ઉકેલ લાવ્યો હોય અને એ પણ જણાવી શકે છે કે તેની તે રીત કંપની માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

- Advertisement -

ગેટ્સ સલાહ આપે છે કે ઈન્ટરવ્યુ સમયે તમારા ખાસ હુનરને સીધી રીતે કંપનીની જરૂરિયાતો સાથે જોડો. એ બતાવો કે તમે આ પદ પર રહીને આગળ વધવા માટે કેટલા ઉત્સાહિત છો, અને પોતાની જાતને એક એવા વ્યક્તિ તરીકે રજૂ કરો જે કંપનીના ટૂંકા ગાળાના ટાર્ગેટ અને લાંબા ગાળાના સપના, બંનેને પૂરા કરવામાં પોતાનું યોગદાન આપી શકે છે.

Share This Article