Redmi Note 15 Pro 5G Offer: Xiaomi ના પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 15 Pro 5G ને તેની એમઆરપી (MRP) પર ભારે છૂટ સાથે ખરીદવાની તક છે. કંપનીએ આ ફોન જાન્યુઆરી 2026 માં લોન્ચ કર્યો હતો. જાન્યુઆરીના અંતમાં લોન્ચ થયેલો આ ફોન 200 મેગાપિક્સલના શાનદાર કેમેરા સાથે આવે છે. Note 15 Pro 5G માં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન પર કંપનીએ ધમાકેદાર બેંક ઓફર આપી છે, જેનાથી તેની અસરકારક કિંમત ઘણી ઓછી થઈ જાય છે. ચાલો જાણીએ Redmi Note 15 Pro 5G ની બેસ્ટ ઓફર ડિટેલ્સ.
Redmi Note 15 Pro 5G પ્રાઈસ ડિસ્કાઉન્ટ ઓફર
Redmi Note 15 Pro 5G ને આ ભારે છૂટ સાથે ખરીદી શકાય છે. ફોનને ક્રોમા (Croma) વેબસાઇટ પર લગભગ 12% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. Redmi Note 15 Pro 5G તેની મૂળ કિંમત 33,999 ને બદલે 29,999 રૂપિયામાં લિસ્ટેડ છે. ફોન પર કંપનીએ 4,000 રૂપિયાની સીધી છૂટ આપી છે. પરંતુ જો તમે બેંક ઓફરનો ઉપયોગ કરો છો, તો આ ફોન હજુ વધુ સસ્તો ખરીદી શકાય છે.
જો તમે HDFC બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા EMI ટ્રાન્ઝેક્શન પર ફોન ખરીદો છો, તો 3,000 રૂપિયાની એક્સ્ટ્રા બચત કરી શકાય છે. એટલે કે, ફોનને આશરે 7,000 હજાર રૂપિયા સસ્તો ખરીદવાની તક છે. ઓફર હેઠળ ફોનનું 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટ ઉપલબ્ધ છે.
Redmi Note 15 Pro 5G સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે: 6.83 ઇંચની એમોલેડ (AMOLED) ડિસ્પ્લે, જેમાં 1.5K રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 3200 નિટ્સની પીક બ્રાઈટનેસ છે.
પ્રોસેસર: તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 અલ્ટ્રા પ્રોસેસર આપવામાં આવ્યું છે.
મેમરી: સ્માર્ટફોન LPDDR4x RAM અને UFS 2.2 સ્ટોરેજથી સજ્જ છે.
બેટરી અને ચાર્જિંગ: 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,580mAh ની મોટી બેટરી છે.
ઓપરેટિંગ સિસ્ટમ: આ ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત HyperOS 2 સાથે આવે છે.
કેમેરા: રિયરમાં OIS સપોર્ટ સાથે 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ કેમેરા છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 20 મેગાપિક્સલનો કેમેરા છે.
સુરક્ષા: ધૂળ અને પાણીથી બચવા માટે ફોનમાં IP66, IP68, IP69 અને IP69K રેટિંગ આપવામાં આવ્યું છે.

