India Hydrogen Train Trial: દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ પૂર્ણ, જાણી લો આની ખાસિયતો

Arati Parmar
2 Min Read

India Hydrogen Train Trial: આવનારું વર્ષ રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો અને રેલવે માટે મોટી ભેટ લઈને આવી શકે છે. દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની શરૂઆતની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હાઇડ્રોજન ટ્રેનની સાથે તેનું ફ્યુઅલ સ્ટેશન પણ લગભગ તૈયાર છે અને સુરક્ષાને લઈને તપાસ ચાલુ છે. આ દરમિયાન રેલવેએ હાઇડ્રોજન ટ્રેનનું પ્રથમ ટ્રાયલ પણ પૂર્ણ કરી લીધું છે.

આ ટ્રાયલ હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે કરવામાં આવ્યું, જ્યાં ટ્રેને 85 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રાયલના આધારે ટેકનિકલ ખામીઓનું વિશ્લેષણ કરવામાં આવશે. ત્યારબાદ કેટલાક વધુ ટ્રાયલ કરવામાં આવશે જેથી તમામ જરૂરી ધોરણો પૂરા કર્યા પછી ટ્રેનને દરરોજ ચલાવવાની મંજૂરી મળી શકે.

- Advertisement -

10 કોચથી થશે શરૂઆત

જાણકારી અનુસાર રેલવેમાં હવે હાઇડ્રોજન ટ્રેનનો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. ચેન્નાઈમાં તૈયાર આ ટ્રેનમાં કુલ 10 કોચ હશે, જેમાંથી 8 કોચ લોકો માટે હશે. દરેક કોચમાં આશરે 100 મુસાફરો બેસી શકશે. વધતા પ્રદૂષણને જોતા ભારત દુનિયાની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે ચાલશે.

આની ખાસિયત એ છે કે તે ધુમાડો છોડ્યા વિના ચાલશે. આ પહેલા જર્મનીમાં હાઇડ્રોજન ટ્રેન માત્ર બે કોચ સાથે શરૂ થઈ હતી. રેલવે સૂત્રોનું કહેવું છે કે આ ટ્રેન મહત્તમ 105 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકશે અને એક દિવસમાં આશરે 360 કિલોમીટરનું અંતર કાપશે.

- Advertisement -

હાઇડ્રોજન ટ્રેનની ખાસિયતો

જીંદમાં આ માટે હાઇડ્રોજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જ્યાં ઇલેક્ટ્રોલિસિસ દ્વારા ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણપણે દેશમાં વિકસાવવામાં આવી છે. બ્રોડ ગેજ પર ચાલનારી આ હાલમાં દુનિયાની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન હશે. આમાં 2,400 કિલોવોટની ક્ષમતા હશે અને બે ડ્રાઇવિંગ પાવર કાર લગાડવામાં આવી છે, જેની ક્ષમતા 1,200-1,200 કિલોવોટ છે. આ ટ્રેનની સૌથી ખાસ વાત એ છે કે તે ઝીરો કાર્બન ઉત્સર્જન (ઇમિશન) કરે છે.

- Advertisement -
Share This Article