By : Reena Brahmbhatt
Transgender Rights Amendment Bill: હાલમાં જ કેન્દ્ર સરકારે લોકસભામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) સુધારા બિલ, 2026 પસાર કર્યું છે, જે 2019 ના મૂળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અધિનિયમમાં સુધારો કરવા માટે પ્રસ્તાવિત કાયદો છે. જો કે, વિપક્ષ અને ટ્રાન્સજેન્ડર અધિકાર જૂથોનો આરોપ છે કે આ બિલ સુપ્રીમ કોર્ટના નિર્ણયો હેઠળ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આપવામાં આવેલા સ્વ-ઓળખના અધિકારને નબળો પાડે છે. કેન્દ્ર સરકાર અને સામાજિક ન્યાય મંત્રીનો દાવો છે કે આ સુધારા કાયદામાં સ્પષ્ટતા લાવશે અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ સામેના ગુનાઓ માટે સજાઓને વધુ કડક બનાવશે.વિશેષમાં સરકાર એમ પણ જણાવે છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયની સંવેદનશીલતા અને હિતોને અવગણવામાં આવશે નહીં, જોકે રાજ્યસભા અને રાષ્ટ્રપતિની મંજૂરી પછી જ આ બિલ કાયદો બનશે.
ટ્રાન્સજેન્ડર સુધારા બિલ શું છે અને તેમાં કયા ફેરફારો કરવામાં આવી રહ્યા છે?
આ બિલ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે વ્યાખ્યા, ઓળખ પ્રક્રિયા, અધિકારો અને દંડને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. સરકાર દાવો કરે છે કે આ ફેરફારો એક એવો કાયદો બનાવવા માટે કરવામાં આવ્યા છે જે “વધુ સ્પષ્ટ, લાગુ કરી શકાય તેવો અને દુર્વ્યવહાર અટકાવવા પર કેન્દ્રિત” હોય. ૨૦૧૯ના કાયદામાં લિંગ ઓળખને સુપ્રીમ કોર્ટના ૨૦૧૪ના NALSA ચુકાદાના આધારે વ્યક્તિની ઓળખની ખુલ્લી ઘોષણા કાયદેસર રીતે માન્યતા આપવામાં આવી હતી. ૨૦૨૬ના બિલમાં આ જોગવાઈ (કલમ ૪(૨)) દૂર કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે “પોતાને ટ્રાન્સજેન્ડર જાહેર કરવી” હવે કાનૂની ઓળખ રહેશે નહીં.
ટ્રાન્સજેન્ડર ઓળખ પ્રમાણપત્ર માટે જિલ્લા-સ્તરીય તબીબી બોર્ડની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે ઓળખ માટે તબીબી અને જૈવિક પુરાવાની જરૂર પડી શકે છે. બળજબરી, છેતરપિંડી અથવા પ્રલોભન દ્વારા ટ્રાન્સજેન્ડર ઓળખ અપનાવવા માટે વ્યક્તિને પ્રેરિત કરવાનો કોઈપણ પ્રયાસ અલગ ગુનાહિત શ્રેણી હેઠળ સજાપાત્ર રહેશે. સરકાર જણાવે છે કે કાયદામાં કેટલીક વ્યવહારુ સમસ્યાઓ ઓળખવામાં આવી હતી, જેના કારણે તેમાં સુધારો કરવો જરૂરી બન્યો હતો.
ત્યારે જાણી લો કે, ભારત એક સાંસ્કૃતિક પ્રધાન દેશ છે અહીં સંસ્કારિતા અને ધાર્મિક મૂલ્યોનું મહત્વ છે.આપણે ત્યાં ટ્રાન્સજેંડર માટે સમાજમાં એક સ્થાન છે પરંતુ તેને પણ એક ધાર્મિક માન્યતા સાથે જોડીને જોવામાં આવે છે.જેથી આ એક શારીરિક સાથે માનસિક સ્થિતિ છે તે સ્વીકારવાનું હજી ક્યાંક દોહ્યલું છે.પરંતુ દુનિયામાં અને ખાસ તો પશ્ચિમી દેશોમાં સ્ત્રી-પુરુષ માટેની પોતાની પસંદની આઇડેન્ટિટી માટે શું શું ચાલી રહ્યું છે તે વાંચીને તમે કદાચ ચોંકી જશો.લોકોની આ આઇડેન્ટિટીને લઈને કેવા પ્રકારના ખ્યાલો અને વર્તન જાહેરમાં લોકો કરવા લાગ્યા છે તે એક આશ્ચયજનક જ લાગે તેમ છે.
ફ્રીડમ કે આઇડેન્ટીટીની સ્વતંત્રતાના નામે ન જાણે ખાસ તો આજની દુનિયાભરની Zen G ના દિમાગમાં શું શું ચાલી રહ્યું છે તે 70 કે 80 ના દાયકામાં જન્મેલા લોકોની સમજ બહારની વાત છે.આજે આપણી કલ્પનાની બહાર સ્વતંત્રતાના નામે જોરદારના તિકડમ કે ક્યાંક દિમાગી ફિતૂર ચાલી રહ્યા છે.જે વાંચી ક્યાંક તમારી આંખો પહોળી જ થઇ જશે કે વિસ્ફારિત થઇ જશે. પરંતુ આજની દુનિયા હવે TV માં આવતાં કાર્ટુનની દુનિયા જેવી થવા લાગી છે.તેથી પણ વિશેષ તો ઉન્માદનું આ ઘોડાપુર પોતાની અને સાથે બીજાની આઇડેન્ટિટી માટે દુનિયા સામે જાણે જંગ માંડીને બેઠું થયું છે.આપણને વાંચીને કદાચ તેમ લાગે કે, ભાઈ કઈ આઇડેન્ટીટીની વાત કરો છો આપ ? કોઈનું નામ અને સરનેમ કે પેઢી તેની પુરી ઓળખાણ કે આઇડેન્ટિટી માટે પૂરતી છે.પછી વળી કઈ આઇડેન્ટીટીની વાત છે ?
પરંતુ જાણી લો કે, કેટલાક ચોક્કસ લોકોને મતે મતે આ અધૂરપ છે, દુનિયામાં ફક્ત 2 જાતિ વસવાટ નથી કરતી, કઈ કેટલાય પ્રકારની માણસ જાતિ આપણી વચ્ચે છે. હા, આપણને પણ માણસની ત્રીજી જાતિ મીન્સ કે ,ટ્રાન્સજેન્ડર વિષે ખ્યાલ છે.પરંતુ તે સિવાયની ચોથી જાતિ વિષે આપણને કઈ ખ્યાલ નથી અથવા જે LGBTQ સમુદાય છે તે અંગે સમાજમાં સ્વીકાર્યતા હજી ખુબ ઓછી છે.હા, લોકો જાણે છે પરંતુ ભારતીય સમાજ આ અંગે મૌન રહેવું વધુ ઉચિત માને છે.
ખેર આ તો વાત થઇ આ આપણી સામેના 4 થી વધુ સમુદાયની પણ વિશ્વમાં કેટલાક પ્રોગ્રેસિવ માઈન્ડ સેટ ધરાવતા લોકો તો 67 જેટલીય માનવીય જાતિઓ હોવાનો ઉલ્લેખ કરે છે, જે સાંભળી ને પહેલા તો આપણે હસવા જ લાગીયે કે, મઝાક માની લખાવા વાળની ઉડાવવા લાગીયે પરંતુ એક પ્રકારની આઇડેન્ટિટી જદ્દોજહદ વિશ્વના ખૂણે ખૂણે અને ખાસ તો ભારતના મેટ્રો સિટીઝમાં પણ શરુ થઇ ચુકી છે.
જે ક્યાંક છુપી ચળવળ કે ધરમૂળથી સામાજિક બદલાવ માટે આજે They શબ્દ પાછળ પણ એક લોજીક તેમના મતે છે, He કે She ના ઉપયોગના બદલે હવે મેટ્રો સીટીમાં કે સાઉથ દિલ્હીના પોશ એરીયા માં હવે They નો ઉપયોગ શરૂ થયો છે.જેમાં મુખ્યત્વે જેન્ડર ન્યુટ્ર્લ રાખવા અને તમામ લોકોને એકસાથે ભેદભાવ વિના ને પ્રમોટ કરવા માટે તે વપરાય છે. જેમાં પણ ખાસ કરીને કે જે લોકો નોન બાઈનરી છે કે જેન્ડરફ્લુઇડ છે અને પોતાને ફક્ત સ્ત્રી કે પુરુષ ના રૂપમાં નથી ઓળખાવવા માંગતા તેમના માટે વાપરવામાં આવે છે.વધુમાં તેઓ તમામ જેન્ડરને એક નજરે જોઈ જેન્ડર ઈકવેલીટીના ખ્યાલને They ના ઉપયોગથી સમર્થન આપે છે.
વધુમાં ખાસ કરીને અંગેજોની માન્યતા અનુસાર તમે સામાવાળાની જાતિ ને નથી જાણતા તો They નો ઉપયોગ તમે તેને સન્માન આપવા કરો છો.આ પ્રકારે Gender ઇક્વાલિટીના ખ્યાલને બહુ વિસ્તૃત બનાવવાની એક છુપી ચળવળ આજની જનરેશનમાં શરૂ થઇ ચુકી છે.જે આગામી સમયમાં વધુ મોટી બનશે અને આપણી પેઢીને તે યોગ્ય લાગે કે ન લાગે તો પણ એક નવી સામાજિક પ્રથામાં વણાવવાં લાગશે.
વેલ,આખરે દરેક પેઢી તેનું નવું સામાજિકરણ પણ તો કરતી જ હોય છે ને ? પણ હજી વાત અધૂરી છે.વાંચીને તમારા ભ્રમરો ઊંચા થઇ જશે કે, આ શું ચાલી રહ્યું છે આજની દુનિયાના Zen G માં કઈ સમજાય તેમ જ નથી, અને કેમ આવી જરૂર પડે છે ? તો વાંચો,
હાલમાં થોડા સમય પહેલા જ, બ્યુનોસ એરેસમાં કિશોરોના એક વિચિત્ર જૂથે એક ખાસ વિસ્તારને જાણે કામચલાઉ જંગલમાં રૂપાંતરિત કરી નાખ્યો તેવો સીન જોવા મળ્યો.સાંભળીને થોડીવાર ન સમજાય તેવી આ બાબતમાં ,
સોફિયા કે જે એક યુવતી છે તે , બીગલ માસ્ક પહેરીને ઘાસ પર ચાર પગે દોડી રહી હતી. નજીકમાં, 15 વર્ષીય અગુઆરાએ હવામાં કૂદકો માર્યો અને બેલ્જિયન જાતિના કૂતરાની ગતિવિધિઓનું સંપૂર્ણ અનુકરણ કર્યું કારણ કે તે પોતાને આ જાતિની ડોગ માની રહી હતી..આ સિવાયના અન્ય લોકો બિલાડીઓ અને શિયાળના પોશાક પહેરીને ઝાડની ડાળીઓ પર બેઠેલા હતા, અને અન્ય જિજ્ઞાસુ દર્શકોથી પ્રાણીઓના જેમ જ અંતર રાખી રહ્યા હતા.આ સમગ્ર ગતિવિધિ પોતાની જે તે પ્રાણી માનવાની હતી અને પોતાની જાતને તે પ્રાણીના ઢોંચામાં ઢાળવાની હતી.
વધુમાં જાણી લો કે,આ “થેરિયન્સ” નો નવીનતમ મેળાવડો હતો, જે લોકો કહે છે કે તેઓ માનસિક, આધ્યાત્મિક અથવા માનસિક રીતે બિન-માનવ પ્રાણીઓ તરીકે ઓળખાવવા માંગે છે. આ વલણ છેલ્લા કેટલાક મહિનામાં આર્જેન્ટિનાના સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયું છે, TikTok જેવા પ્લેટફોર્મ પર લોકપ્રિયતા મેળવી છે, જ્યાં #therian હેશટેગએ 2 મિલિયનથી વધુ પોસ્ટ્સ જનરેટ કરી છે, જેમાં આર્જેન્ટિના અન્ય તમામ લેટિન અમેરિકન દેશોમાં સર્ચમાં આગળ છે. આ ઉછાળાએ ઇન્ફ્લુઅર્સ અને મીડિયા આઉટલેટ્સનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં લોકોમાં હાસ્ય અને આશ્ચર્યથી લઈને ગુસ્સા સુધીની પ્રતિક્રિયાઓ જોવા મળી.અને જેમ જેમ આ ચળવળ વેગ પકડે છે, તેમ તેમ મનોવૈજ્ઞાનિકો આ ઘટના અને લોકોની નજરમાં આ પ્રકારના વર્તનનું વિશ્લેષણ કરવા માટે આગળ વધી રહ્યા છે.
અગુઆરા, જે પોતાને બેલ્જિયન માલિનોઇસ તરીકે વર્ણવે છે અને કૂતરાના વર્ષોમાં તેની ઉંમર બે વર્ષ અને બે મહિના હોવાનો અંદાજ લગાવે છે, તે કહે છે કે તે અન્ય કોઈપણ યંગસ્ટર જેવી જ છું પરંતુ હવે મને ખ્યાલ આવવા લાગ્યો છે કે, હું આ કોમ્યુનિટીની જેમ એક સામાન્ય વ્યક્તિની જેમ જાગી જાઉં છું અને હું પણ આ લોકોની જેમ મારું જીવન સામાન્ય થેરીઅન્સ જેવું જીવું છું,” તેણીએ કહ્યું. “મારી પાસે ફક્ત એવા ક્ષણો આવે છે જ્યારે મને કૂતરા બનવાનું મન થાય છે.”તે સિવાય અન્ય જેની “પેક” કહે છે તેના નેતા તરીકે, અગુઆરા – જેમ તે પોતાને ઓળખે છે – તેના ટિકટોક પર 125,000 થી વધુ ફોલોઅર્સ છે અને તે આર્જેન્ટિનાની રાજધાનીની આસપાસ નિયમિત મીટિંગ્સનું સંકલન કરે છે.વેલ, અહીં લોકો કુતરા , બિલાડી, હરણ કે અન્ય જંગલી પ્રાણીઓના માસ્કમાં હતા અને તેવું જ વર્તન કરી પોતાનની સદીઓ અગાઉની પેઢી કે જે ક્યાંક આવા પ્રાણીઓમાં થી ઉતરી આવી છે તેમ માની આમ વર્તન કરતા જોવા મળે છે.
વધુમાં પાર્ક મીટઅપમાં સીલ માસ્ક પહેરેલી 16 વર્ષની છોકરી અરુએ કહ્યું કે તે પોતાને થેરિયન્સની “અધરપાવ” શાખાનો ભાગ માને છે: જે લોકો માસ્ક અને પૂંછડી પહેરે છે અથવા ફક્ત મનોરંજન માટે ચાર પગ પર ચાલે છે. તેણીએ કહ્યું, “તે જરૂરી નથી કે તે પ્રાણી તરીકે ઓળખવા વિશે હોય.”
તેણી માને છે કે થેરિયન મુવમેન્ટ આર્જેન્ટિનામાં શરૂ થયું કારણ કે અહીં દેશનું વાતાવરણ “એકદમ મુક્ત” છે અન્ય યુવાન આર્જેન્ટિનાના લોકો માટે, આ ચળવળે એક ખૂબ જ જરૂરી સમુદાય પૂરો પાડ્યો છે જ્યાં તેઓ ખરેખર પોતાનામાં રહેલી એક ખાસ લાગણી અનુભવી શકે છે.
શું માતાપિતાએ ચિંતા કરવી જોઈએ?
બ્યુનોસ એરેસમાં ઇન્ટિગ્રલ થેરાપ્યુટિક સેન્ટરના મનોવિજ્ઞાની અને ડિરેક્ટર ડેબોરા પેડેસે સ્વીકાર્યું કે આ ઘટના મૂંઝવણ, હાસ્ય અને ગુસ્સો પણ લાવી શકે છે.”મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, તે પ્રાણી સાથેની પ્રતીકાત્મક ઓળખ છે,” પેડેસે કહ્યું. “તે ફક્ત ત્યારે જ રોગવિજ્ઞાનવિષયક અથવા ખતરનાક બને છે જ્યારે તે ઊંડાણપૂર્વકનો વિચાર બની જાય છે અને વ્યક્તિ સંપૂર્ણપણે પ્રાણીવાદી બની જાય છે, જે સંભવિત રીતે પોતાને અથવા અન્યને નુકસાન પહોંચાડે છે.”
ત્યારે આખરે અહીં તેમ જ કહેવાનું કે, ખબર નથી હવેની પેઢીનું સામાજિકરણ કેવું હશે ? કેવા નવા સામાજિક આયામો બદલાશે ? શું શું નવું થશે ? Zen G ની મેન્ટાલીટી તેમની લાઈફ સ્ટાઇલ અને બિહેવિઅરથી કહી રહી છે કે, હવે તમે કલ્પી પણ ન શકો તેવા સામાજિક આયામો આવી રહ્યા છે.ખબર નથી કે, આઝાદીના ખ્યાલમાં શું શું કરશે ? પણ એક વાત તો છે કે, અગાઉ કલ્પી ન હોય તેવી દુનિયા રચાવવાના એંધાણ છે…

