PNB Bank Officer Recruitment: બીટેક વાળા માટે નીકળી નવી ભરતી, જાણો પંજાબ નેશનલ બેંકમાં કેવી રીતે બની શકાય ઓફિસર

Arati Parmar
3 Min Read

PNB Bank Officer Recruitment: બેંકમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે જોબની નવી અપડેટ આવી ગઈ છે. તાજેતરમાં પંજાબ નેશનલ બેંક (PNB) એ ઓફિસર પોસ્ટ માટે નવી ભરતીની જાહેરાત કરી છે. પીએનબી રિક્રુટમેન્ટ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. આ માટે ibpsreg.ibps.in પર ઓનલાઈન એપ્લિકેશનની વિન્ડો પણ ખુલી ગઈ છે. જે પણ અભ્યર્થિઓ પીએનબીમાં ઓફિસર પોસ્ટ પર નીકળેલી આ સરકારી નોકરી માટે એપ્લાય કરવા માંગે છે, તેઓ અંતિમ તારીખ પહેલા ફોર્મ ભરવાની અને ફી જમા કરવાની પ્રક્રિયા પૂરી કરી શકે છે.

PNB Officer Vacancy 2026: મહત્વની તારીખો

  • ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ – ૨૧ એપ્રિલ ૨૦૨૬

  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – ૦૫ મે ૨૦૨૬

  • ઓનલાઈન ટેસ્ટની સંભવિત તારીખ – ૨૭ મે ૨૦૨૬

પીએનબી નવી ભરતી 2026 માં ખાલી જગ્યાઓ

પોસ્ટપદોની સંખ્યા
ઓફિસર સિવિલ એન્જિનિયર JMG સ્કેલ I૨૧
ઓફિસર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર JMG સ્કેલ I૦૭
ઓફિસર મિકેનિકલ એન્જિનિયર JMG સ્કેલ I૦૨
કુલ૩૦

પીએનબીમાં ઓફિસર બનવા માટે લાયકાત

ઓફિસર સિવિલ એન્જિનિયર: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B.E/B.Tech ની ડિગ્રી ઓછામાં ઓછા ૬૦ ટકા માર્ક્સ સાથે પૂરી કરેલી હોવી જોઈએ અથવા અન્ય સમકક્ષ લાયકાત. સંબંધિત ક્ષેત્રમાં ૧ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

- Advertisement -

ઓફિસર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર: ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.E/B.Tech ની ડિગ્રી ઓછામાં ઓછા ૬૦ ટકા માર્ક્સ સાથે અને ૧ વર્ષનો રિલેટેડ ફિલ્ડમાં એક્સપિરિયન્સ હોવો જોઈએ.

ઓફિસર મિકેનિકલ એન્જિનિયર: માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.E/B.Tech ની ડિગ્રી ૬૦ ટકા માર્ક્સ સાથે અને ૧ વર્ષનો અનુભવ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ.

- Advertisement -

PNB માં નોકરી માટે વય મર્યાદા (Age Limit)

વય મર્યાદા: ૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ઉમેદવારોની લઘુત્તમ ઉંમર ૨૦ વર્ષ અને મહત્તમ ૩૦ વર્ષ સુધી હોવી જોઈએ. મહત્તમ ઉંમરમાં SC/ST ને ૫ વર્ષ, OBC ને ૩ વર્ષ, અને PWBD ને ૧૦ વર્ષ સુધી નિયમાનુસાર છૂટછાટ મળશે.

પસંદગી પ્રક્રિયા: ઓનલાઈન લેખિત પરીક્ષા (Written Test) અને પર્સનલ ઇન્ટરવ્યુ. લેખિત પરીક્ષામાં રીઝનીંગ અને ઇંગ્લિશ લેંગ્વેજમાંથી ૨૫-૨૫ સવાલો, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને પ્રોફેશનલ નોલેજમાંથી ૫૦-૫૦ સવાલો પૂછવામાં આવશે.

- Advertisement -

પીએનબી ભરતીમાં એપ્લાય કેવી રીતે કરવું?

પંજાબ નેશનલ બેંકની આ ભરતીમાં માત્ર ઓનલાઈન મોડમાં જ ફોર્મ ભરી શકાશે. ઉમેદવારો નીચે જણાવેલા સ્ટેપ્સ દ્વારા એપ્લાય કરી શકે છે:

૧. સૌથી પહેલા PNB ની ઓફિશિયલ વેબસાઇટ pnb.bank.in પર જાઓ.

૨. હોમપેજ પર ‘Recruitment/Careers’ સેક્શનમાં નવી વેકેન્સીની અપડેટ મળશે.

૩. અહીં ‘RECRUITMENT OF 30 SPECIALIST OFFICERS UNDER HRP 2026-27’ અંતર્ગત ‘CLICK HERE TO Apply’ ના ઓપ્શન પર ક્લિક કરો.

૪. નવી વિન્ડો ibpsreg.ibps.in પર ખુલશે, જ્યાં ‘Click Here for New Registration’ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.

૫. નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ભરીને સેવ કરો.

૬. રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળ્યા બાદ લોગિન કરો અને શૈક્ષણિક વિગતો તેમજ અનુભવની વિગતો ભરો.

૭. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો (સહી ૧૦-૨૦kb, અંગૂઠાનું નિશાન ૨૦-૫૦kb, હેન્ડ રિટન ડિક્લેરેશન ૫૦-૧૦૦kb).

૮. ફી જમા કરીને એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

એપ્લિકેશન ફી કેટલી લાગશે?

SC/ST/PWBD ઉમેદવારો માટે ૫૦ રૂપિયા અને અન્ય તમામ ઉમેદવારો માટે ૧૦૦૦/- રૂપિયા એપ્લિકેશન ફી નક્કી કરવામાં આવી છે.

Share This Article