Best Cars to Drive in Mountains: પહાડો પર વાહન ચલાવવું ઘણું પડકારજનક હોય છે. ઊંચા ઢોળાવો, અત્યંત સાંકડા વળાંકો, પથ્થરવાળા રસ્તાઓ અને વરસાદ પછી લપસણા બની જતા રસ્તાઓ જેવી પરિસ્થિતિઓ સામાન્ય છે. આવી જગ્યાઓ પર સામાન્ય ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ (2WD) ધરાવતી કારને મુશ્કેલી પડવા લાગે છે. આવા મુશ્કેલ રસ્તાઓ માટે મજબૂત 4WD (ફોર-વ્હીલ ડ્રાઇવ) સિસ્ટમ, વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને શક્તિશાળી એન્જિન ધરાવતી કારની જરૂર પડે છે. જો તમે પહાડો પર ચલાવવા માટે સારી અને દમદાર કાર ખરીદવા માગતા હો, તો ભારતમાં ઉપલબ્ધ આ 6 શાનદાર 4×4 SUVs તમારી પસંદ બની શકે છે. ચાલો, આ કાર વિશે જાણીએ.
Maruti Suzuki Jimny
તમારી મોટાભાગની મુસાફરી સાંકડા અને વળાંકવાળા પહાડી રસ્તાઓ પર થતી હોય, તો Maruti Jimny તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. તેનું નાનું કદ સાંકડા વળાંકો પર કારને વાળવામાં અને યુ-ટર્ન લેવામાં સરળતા આપે છે.
એન્જિન અને પાવર – તેમાં 1.5-લિટર K15B પેટ્રોલ એન્જિન છે, જે 105 bhp પાવર અને 134.2 Nm ટોર્ક આપે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે.
ઑફ-રોડ ક્ષમતા – તેમાં ALLGRIP PRO 4WD સિસ્ટમ સાથે લો-રેન્જ ગિયર (4L) આપવામાં આવ્યું છે. 210mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ, હિલ હોલ્ડ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવા ફીચર્સને કારણે તે મુશ્કેલ રસ્તાઓ પરથી સરળતાથી પસાર થઈ શકે છે.
Mahindra Thar
પથ્થરવાળા ખડકો અને ઢોળાવ ધરાવતા કાચા રસ્તાઓ માટે Mahindra Thar એક સારો વિકલ્પ છે. તેનું બોડી-ઓન-ફ્રેમ સ્ટ્રક્ચર તેને ખૂબ મજબૂત બનાવે છે. ઑફ-રોડિંગ કરનારાઓની આ પહેલી પસંદ હોય છે.
તેમાં 2.0-લિટર ટર્બો-પેટ્રોલ (152 bhp સુધી) અને 2.2-લિટર ડીઝલ એન્જિન (132 bhp સુધી)ના વિકલ્પો મળે છે.
તે 4WD હાઈ અને લો-રેન્જ ટ્રાન્સફર કેસ, પાણીમાંથી પસાર થવાની ઉત્તમ ક્ષમતા અને વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવે છે. જો તમે ઑફ-રોડિંગ કરવા માગતા હો, તો તેને ખરીદી શકો છો.
Force Gurkha
Force Gurkha આરામ માટે નહીં, પરંતુ એવા સ્થળોએ પહોંચવા માટે બનાવવામાં આવી છે જ્યાં બીજી કાર હાર માની લે છે.
એન્જિન અને પાવર – તેમાં 2.6-લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 140 bhp પાવર અને 320 Nm ટોર્ક આપે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.
ખાસિયત – આ કારમાં આગળ અને પાછળ મેન્યુઅલ ડિફરન્શિયલ લૉક્સ આપવામાં આવ્યા છે. જો બે પૈડાં કાદવમાં ફસાઈને હવામાં ફરતાં હોય, તો પણ આ સિસ્ટમ કારને બહાર કાઢવામાં મદદ કરે છે.
ઑફ-રોડ ક્ષમતા – તે 233mmના મોટા ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 700mmની વૉટર વેડિંગ ક્ષમતા (પાણીમાં ચાલવાની ક્ષમતા) સાથે આવે છે.
Mahindra Thar ROXX
જો તમને Tharનો દેખાવ અને પાવર ગમતાં હોય, પરંતુ 3-ડોર મોડેલ નાનું લાગતું હોય, તો 5-દરવાજાવાળી Thar ROXX તમારા માટે યોગ્ય કાર બની શકે છે.
આ મોડેલ 2.0-લિટર ટર્બો-પેટ્રોલ (177 bhp સુધી) અને 2.2-લિટર ડીઝલ (175 bhp સુધી) એન્જિન સાથે આવે છે.
5 દરવાજા હોવાને કારણે તેમાં પાછળની સીટ પર બેસવું ખૂબ સરળ બને છે. તેમાં પ્રીમિયમ કેબિન અને હાઈ-ટેક ફીચર્સ મળે છે.
ઑફ-રોડિંગ માટે આ એક સારી કાર છે. 4WDનો વિકલ્પ પસંદગીના ડીઝલ વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે.
Isuzu V-Cross 4×4
જો તમે દૂરના પહાડી વિસ્તારોમાં રહેતા હો અને ભારે સામાન લઈ જવા માટે પિકઅપ ટ્રકની જરૂર હોય, તો Isuzu V-Cross તમારા માટે એક વિકલ્પ છે.
એન્જિન અને પાવર – તેનું 1.9-લિટર ડીઝલ એન્જિન 163 bhp પાવર અને 360 Nm ટોર્ક આપે છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
ખાસિયત – શિફ્ટ-ઓન-ધ-ફ્લાય 4WD સિસ્ટમ, લો-રેન્જ ગિયરબોક્સ અને વધુ સામાન વહન કરવાની ક્ષમતા તેને મજબૂત ઑફ-રોડિંગ કાર બનાવે છે.
