Boss Hoss Cruiser Bike: અમેરિકન મોટરસાઇકલ કંપની Boss Hoss એ પોતાની ક્રૂઝર મોટરસાઇકલ સેગમેન્ટમાં ઐતિહાસિક અને આશ્ચર્યજનક પગલું ભરતાં વિશાળ 8.1-લિટર (496 ક્યુબિક-ઇંચ) Big-Block V8 એન્જિન રજૂ કર્યું છે. આ એન્જિન 600 PS ની પાવર અને 772 ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે, જે આ બાઇકને ઘણી સુપરકાર કરતાં પણ વધુ શક્તિશાળી બનાવે છે. અમેરિકન કંપનીની આ ક્રૂઝર મશીન એવા લોકો માટે છે, જેઓ ડિસ્પ્લેસમેન્ટ અને રોડ પ્રેઝન્સના મામલે કોઈ સમાધાન કરતા નથી.
કેટલી કિંમત અને કેટલું વજન?
2026 Boss Hoss Cruiser ની શરૂઆતની કિંમત અંદાજે ₹61 લાખ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મોટરસાઇકલનું વજન 556 કિલોગ્રામ છે અને તે જેટલી પાવર ઉત્પન્ન કરે છે, એટલી તો 8 Maruti Suzuki Alto પણ મળીને ઉત્પન્ન કરી શકતી નથી.
સિગ્નેચર સ્ટીલ ફ્રેમ અને 32.17-લિટર ના મોટા ફ્યુઅલ ટેન્ક સાથે આ મોટરસાઇકલ વિશ્વની સૌથી શક્તિશાળી પ્રોડક્શન બાઇકોમાંની એક છે. આ નવું એડિશન Boss Hoss ની દમદાર એન્જિનિયરિંગ અને આધુનિક ક્રૂઝર સંસ્કૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાને સંપૂર્ણ રીતે દર્શાવે છે.
દમદાર પાવર અને એન્જિન વિકલ્પ
તમને જણાવી દઈએ કે 2026 Boss Hoss Cruiser માં આપવામાં આવેલું નવું 496 ક્યુબિક-ઇંચ (8127cc) Big-Block V8 એન્જિન 600 PS ની જબરદસ્ત પાવર અને 772 ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે.
આ નવા એડિશન સાથે હવે Boss Hoss Cruiser કુલ 4 અલગ-અલગ નાના-મોટા V8 એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં 6.2-લિટર LS3 V8 (445 PS) થી લઈને 10-લિટર ક્ષમતાવાળા એન્જિન સુધીના વિકલ્પો સામેલ છે.
તેમાં પરંપરાગત ક્લચના સ્થાને ટોર્ક કન્વર્ટર સાથે ટુ-સ્પીડ સેમી-ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. બાઇકના ભારે કદ અને વજનને ધ્યાનમાં રાખીને તેમાં રિવર્સ ગિયર ની સુવિધા પણ આપવામાં આવી છે, જેથી ઓછી ઝડપે તેને સંભાળવી સરળ બને છે.
ફ્યુઅલ ટેન્ક અને રેન્જ
Boss Hoss ની આ ક્રૂઝર બાઇકમાં 32.17-લિટર નું મોટું ફ્યુઅલ ટેન્ક આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેની માઇલેજ અંદાજે 10 કિલોમીટર પ્રતિ લિટર છે. રાઇડિંગ શૈલી અને એન્જિનના આધારે તે ફુલ ટેન્કમાં 250 થી 400 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
કંપનીએ પોતાની લાઇનઅપમાંથી હવે Super Sport Bike ને બંધ કરી દીધી છે, જેના કારણે હવે Cruiser અને Bagger જ તેના મુખ્ય મોડલ રહ્યા છે. કુલ મળીને કહી શકાય કે Boss Hoss ની આ ક્રૂઝર બાઇકમાં કારનું V8 એન્જિન ફિટ કરવાથી તે વિશ્વની સૌથી અનોખી અને શક્તિશાળી પ્રોડક્શન બાઇકોમાંની એક બની ગઈ છે.

