NHAI AI Monitoring System: NHAIની હાઈ-ટેક તૈયારી, હવે AI રાખશે નેશનલ હાઈવેની ખામીઓ પર નજર, મિનિટોમાં પકડાઈ જશે ભૂલો

Arati Parmar
3 Min Read

NHAI AI Monitoring System: ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI) દેશના લગભગ 40,000 કિલોમીટર લાંબા નેશનલ હાઈવેની દેખરેખ માટે એક અત્યંત એડવાન્સ AI-પાવર્ડ સિસ્ટમ લાવવા જઈ રહ્યું છે. આનો હેતુ રસ્તાઓના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટને સંપૂર્ણપણે ડિજિટલ અને ઝડપી બનાવવાનો છે. આ સિસ્ટમનું નામ ડેશકેમ એનાલિટિક્સ સર્વિસીસ (DAS) છે. જેમાં હાઈવેના મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. હવે AI ની મદદથી નેશનલ હાઈવે પરની ખામીઓ શોધી કાઢવામાં આવશે, જેનાથી ભારતમાં હાઈવેની જાળવણી અને રિપેરિંગમાં તેજી આવશે. આવો તમને જણાવીએ કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે.

કેવી રીતે કામ કરશે આ સિસ્ટમ?

ડેશકેમ એનાલિટિક્સ સર્વિસીસ (DAS) સિસ્ટમ હેઠળ હાઈવે પર પેટ્રોલિંગ કરતી ગાડીઓ (રૂટ પેટ્રોલ વ્હીકલ) માં હાઈ-રિઝોલ્યુશનવાળા ડેશબોર્ડ કેમેરા લગાવવામાં આવશે. આ ગાડીઓ હાઈવે પર ચાલતી વખતે સતત વીડિયો અને ફોટો લેશે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) દ્વારા આ તસવીરોની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન સિસ્ટમ રસ્તાની ખામીઓ વિશે શોધી કાઢશે, જેથી તેનું રિપેરિંગ કરી શકાય.

- Advertisement -

30 થી વધુ ખામીઓની થશે ઓળખ

આ સ્માર્ટ સિસ્ટમ આપમેળે રસ્તાની 30 થી વધુ પ્રકારની ખામીઓને ઓળખી લેશે. આ સિસ્ટમ રસ્તા પરના ખાડા, તિરાડો, ઝાંખી પડી ગયેલી લેન માર્કિંગ, તૂટેલા ક્રેશ બેરિયર, ખરાબ સ્ટ્રીટ લાઈટ્સ, ગેરકાયદે હોર્ડિંગ્સ, ખોટું પાર્કિંગ અને ડિવાઈડર વચ્ચે બનેલા ગેરકાયદે રસ્તાઓ સહિત અનેક પ્રકારની ખામીઓની ઓળખ કરશે. સાથે જ એ પણ તપાસશે કે રસ્તા પર પાણી ભરાયેલા તો નથી ને, ગટર લાઈન બંધ તો નથી ને અથવા રસ્તાની બાજુમાં ઝાડી-ઝાંખરા તો ઉગી નથી નીકળ્યા ને. આનાથી રસ્તાઓની ખામીઓ જલ્દી અને સરળતાથી પકડમાં આવશે.

રાત્રે પણ થશે કડક દેખરેખ

રસ્તાઓને રાત્રે સુરક્ષિત બનાવવા માટે NHAI મહિનામાં ઓછામાં ઓછું એકવાર ‘નાઈટ સર્વે’ પણ કરશે. આમાં એ જોવામાં આવશે કે રાત્રિના અંધકારમાં રોડ માર્કિંગ, રિફ્લેક્ટર અને લાઈટો બરાબર કામ કરી રહી છે કે નહીં, જેથી અકસ્માતોને રોકી શકાય.

- Advertisement -

સેન્ટ્રલાઈઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મ

સમગ્ર દેશનો ડેટા એક સેન્ટ્રલાઈઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મ પર જમા થશે. અહીં અધિકારીઓ રિયલ ટાઈમમાં જોઈ શકશે કે ક્યાં રસ્તો ખરાબ છે અને રિપેરિંગનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. આનાથી કામમાં પણ ઝડપ આવશે અને ભૂલની શક્યતા પણ ઓછી થશે. સારા મેનેજમેન્ટ માટે આખા દેશને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેથી ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી થઈ શકે. અત્યાર સુધી કર્મચારીઓ જાતે જઈને રસ્તાઓની તપાસ કરતા હતા જેમાં સમય લાગતો હતો, પરંતુ હવે AI ની મદદથી સમસ્યાઓ ઝડપથી પકડાશે અને રિપેરિંગ પણ જલ્દી થઈ શકશે.

Share This Article