Royal Enfield Shotgun 650: રોયલ એનફિલ્ડનું ખાસ એક્સક્લુઝિવ એડિશન લોન્ચ, માત્ર 25 નસીબદાર ભારતીયોને જ મળશે આ લિમિટેડ એડિશન શોટગન 650 ખરીદવાની તક

Arati Parmar
3 Min Read

Royal Enfield Shotgun 650: રોયલ એનફિલ્ડે તેના પ્રખ્યાત કસ્ટમ બિલ્ડર રફ ક્રાફ્ટસ (Rough Crafts) સાથે ભાગીદારીમાં લોકપ્રિય Shotgun 650 મોટરસાઈકલનું એક અત્યંત એક્સક્લુઝિવ લિમિટેડ એડિશન રજૂ કર્યું છે. આ ખાસ બાઈક કેલિબર રોયલ કસ્ટમ બિલ્ડથી પ્રેરિત છે અને વિશ્વભરમાં તેની માત્ર 100 યુનિટ્સ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાંથી 25 યુનિટ્સ ભારત માટે રિઝર્વ છે. 5,75,000 રૂપિયાની એક્સ-શોરૂમ પ્રાઈસવાળી આ બાઈક ગ્લોસ જેટ બ્લેક અને મેટ સ્ટેલ્થ બ્લેક પેઈન્ટ, ગોલ્ડ લીફ સ્ટ્રાઈપ્સ અને ક્વિલ્ટેડ લેધર સીટ્સ અને ગોલ્ડ ફોર્ક ઈનર ટ્યુબ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ સાથે આવે છે, જે તેને એક કલેક્ટિબલ માસ્ટરપીસ બનાવે છે.

30 જુલાઈ સુધી ખરીદવાની તક

- Advertisement -

Royal Enfield Shotgun 650 ના આ લિમિટેડ એડિશનને ખરીદવા ઈચ્છુક ગ્રાહક 30 જુલાઈ 2026 ના રોજ સાંજે 7 વાગ્યા સુધી રોયલ એનફિલ્ડ એપ અથવા સત્તાવાર વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી શકે છે. ભારતમાં તેનું વેચાણ 30 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ કોલાબોરેશન રોયલ એનફિલ્ડના કસ્ટમાઈઝેશન કલ્ચર અને શોટગન 650 ના મોડ્યુલર ડિઝાઈનની અમર્યાદિત રચનાત્મક ક્ષમતાને શોકેસ કરે છે.

EICMA 2025 માં બતાવવામાં આવેલી આ ખાસ બાઈકમાં શું કંઈ

- Advertisement -

તમને જણાવી દઈએ કે Royal Enfield Shotgun 650 તેના મોડ્યુલર ડિઝાઈન માટે જાણીતી છે અને હવે રફ ક્રાફ્ટસના સહયોગથી એક કલેક્ટિબલ આઈકોન બની ગઈ છે. આ બાઈક EICMA 2025 માં શોકેસ થયા પછીથી જ ચર્ચામાં હતી. ભારતમાં માત્ર 25 લકી કસ્ટમરને તેને ખરીદવાની તક મળશે.

રફ ક્રાફ્ટસના વિન્સ્ટન યેહ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા આ એડિશનમાં ટેન્ક પર નંબરિંગ અને એક સ્પેશિયલ કાસ્ટ બ્રાસ બેજ આપવામાં આવ્યો છે, જે તેની ઓથેન્ટિસિટીને શોકેસ કરે છે. ખરીદદારોને બાઈકની સાથે રફ ક્રાફ્ટસના ફાઉન્ડર દ્વારા હસ્તાક્ષરિત એક લિમિટેડ એડિશન ગોલ્ડ-ઓન-બ્લેક આર્ટવર્ક પણ મળશે.

- Advertisement -

કસ્ટમ-ફર્સ્ટ ફિલોસોફીનું નાયાબ ઉદાહરણ

કુલ મળીને કહેવામાં આવે તો આ લિમિટેડ એડિશન ડ્રોપ રોયલ એનફિલ્ડના કસ્ટમ-ફર્સ્ટ ફિલોસોફીનું એક નવું અને શાનદાર ઉદાહરણ છે. ‘શોટગન 650 x રફ ક્રાફ્ટસ’ એડિશન માત્ર પર્ફોર્મન્સમાં દમદાર નથી, પરંતુ તેનો એગ્રેસિવ અને સ્ટાઈલિશ લુક તેને મોટરસાઈકલ લવર્સ માટે એક બેશકિંમતી કલેક્શન બનાવે છે. રજીસ્ટ્રેશન પછી વેચાણના દિવસે ‘પહેલા આવો, પહેલા મેળવો’ ના આધારે પસંદગીના લોકો જ તેને ઘરે લઈ જઈ શકશે. આ તે લોકો માટે એક ઉત્તમ તક છે, જે મોટરસ્પોર્ટ આર્ટ અને કસ્ટમાઈઝેશનના શોખીન છે.

Share This Article