Triumph 350cc Bike Launch India: શું Triumph લાવી રહ્યું છે 350 CC ની બાઇક..? રોયલ એનફિલ્ડ સાથે બે-બે હાથ કરવાની પૂરી તૈયારી

Arati Parmar
3 Min Read

Triumph 350cc Bike Launch India: ટ્રાયમ્ફે ભારતીય બજારમાં 400 CC સેગમેન્ટમાં સ્પીડ 400 અને સ્પીડ T4 ની સાથે જ સ્ક્રેમ્બલર 400X દ્વારા સારી પકડ બનાવી લીધી છે અને હવે આ બ્રિટિશ કંપની રોયલ એનફિલ્ડના એકહથ્થુ શાસન ધરાવતા 350 CC સેગમેન્ટમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે. જી હા, માનવામાં આવી રહ્યું છે કે ટ્રાયમ્ફ ઇન્ડિયા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જે મોટરસાયકલ લોન્ચ કરવા જઈ રહી છે, તે 350 CC સેગમેન્ટમાં હશે અને તેનો મુકાબલો રોયલ એનફિલ્ડની ક્લાસિક 350, બુલેટ, હન્ટરની સાથે જ હોન્ડા CB 350 અને જાવા-યેઝદીની પોપ્યુલર 350 CC બાઇક્સ સામે મોટો પડકાર બની રહેશે.

તમને જણાવી દઈએ કે ભારતીય બજારમાં 350 CC સેગમેન્ટની મોટરસાયકલના વેચાણમાં છેલ્લા 10 વર્ષો દરમિયાન જબરદસ્ત વધારો થયો છે. આ સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડની ક્લાસિક 350 ની સાથે જ બુલેટ 350 અને હોન્ડાની CB 350 ખૂબ જ પોપ્યુલર છે. જોકે આ સેગમેન્ટમાં જાવા-યેઝદીના પણ સારા પ્રોડક્ટ્સ છે, પરંતુ રોયલ એનફિલ્ડ સામે કોઈ બીજી કંપની ટકી શકી નથી. હવે ટ્રાયમ્ફ ઇન્ડિયા આ સેગમેન્ટમાં પોતાની પ્રથમ મોટરસાયકલ રજૂ કરવાની તૈયારીમાં છે, જેનું સંભવિત નામ બોનવિલે (Bonneville 350) હોઈ શકે છે અને તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 2 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે.

- Advertisement -

2 લાખ રૂપિયાથી સસ્તી રહેવાની શક્યતા

માનવામાં આવી રહ્યું છે કે ટ્રાયમ્ફની આગામી 350 CC બાઇકને કંપની પોતાના 400 CC પ્લેટફોર્મ પર જ આધારિત રાખી શકે છે, પરંતુ એન્જિનને સ્પીડ અને સ્ક્રેમ્બલર મોડલની સરખામણીએ ડાઉનસાઇઝ (નાનું) કરવામાં આવશે. તેનું 350 CC એન્જિન 35 BHP સુધીની પાવર જનરેટ કરી શકે છે અને તેમાં 32 ન્યૂટન મીટર સુધીનો ટોર્ક મળી શકે છે. આ બાઇકમાં 6 સ્પીડ ગિયરબોક્સની સાથે જ રેટ્રો-નિયો ડિઝાઇન, આકર્ષક ગ્રાફિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડિસ્ક બ્રેક્સ, અપસાઇડ ડાઉન ફ્રન્ટ ફોર્ક્સ અને કમ્ફર્ટેબલ સીટ જેવી ખૂબીઓ મળી શકે છે. ટ્રાયમ્ફની આગામી 350 CC બાઇકની સીટ હાઇટ હાલની 400 CC બાઇક્સની સરખામણીએ ઓછી રહી શકે છે.

400 CC બાઇક સેગમેન્ટમાં ટ્રાયમ્ફનો જલવો

ટ્રાયમ્ફની પ્રીમિયમ બાઇક્સ વિશે વાત કરીએ તો, ભારતીય બજારમાં કંપનીના 4 રોડસ્ટર, 4 સ્ક્રેમ્બલર, 3 સ્પોર્ટ્સ નેકેડ, 7 ક્રૂઝર, 3 સ્પોર્ટ્સ, 4 એડવેન્ચર ટૂરર, 2 ઓફ-રોડ, એક કેફે રેસર, 2 સુપરબાઇક, એક ટૂરર અને એક સ્પોર્ટ્સ ટૂરર બાઇક વેચાય છે. આમાંની મોટાભાગની બાઇક્સ પ્રીમિયમ સેગમેન્ટની છે, જેની કિંમતો ઘણી વધારે છે. બજાજ ઓટો ભારતીય બજારમાં ટ્રાયમ્ફ કંપનીની મોટરસાયકલ વેચે છે.

- Advertisement -
Share This Article