ભારતમાં દર 4 માંથી 1 ભારતીયને નોકરી જવાની ચિંતા, બજેટ પહેલા થયેલા સર્વેમાં ખુલાસો

newzcafe
4 Min Read

ભારતમાં દર 4 માંથી 1 ભારતીયને નોકરી જવાની ચિંતા, બજેટ પહેલા થયેલા સર્વેમાં ખુલાસો


આગામી 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પેપરલેશ બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટથી મોંઘવારી, ઘટતો રોજગાર અને મંદીની આશંકાઓ વચ્ચે લોકોને ઘણી આશાઓ છે. ખેડૂતોથી લઈને ઉદ્યોગપતિઓની નજર આગમી બજેટ પર છે. આ વખતના બજેટમાં સરકાર ક્યા સેક્ટર માટે કેવા પ્રકારની જાહેરાત કરે છે તેના પર દરેકની નજર છે. 2023ના વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીનો સમય નોકરીના મામલે ખૂબ જ ખરાબ પસાર થયો છે. Googleથી લઈને Amazon સુધી વિશ્વની સૌથી મોટી કંપનીઓએ કર્મચારીઓને છૂટા કર્યા છે. વૈશ્વિક સ્તરે આવનારા આ તોફાનથી ભારતના લોકો પણ ભયમાં છે.


 


ચાર ભારતીયોમાંથી એકને નોકરી જવાનો ડરઃ સર્વે


તાજેતરના એક સર્વેમાં લોકોનો આ ડર સામે આવી ગયો છે. સર્વે મુજબ દેશમાં પ્રત્યેક ચાર ભારતીયમાંથી એકને (25 ટકા) નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે. જ્યારે ચારમાંથી ત્રણ (75 ટકા) વધતી મોંઘવારીને લઈને પરેશાન છે. તેમ છતાં લગભગ અડધા લોકોનું માનવું છે કે 2023માં દેશની અર્થવ્યવસ્થા વધશે. માર્કેટિંગ ડેટા અને એનાલિટિક્સ ફર્મ કંતારના સર્વેમાં મોટો ખુલાસો જોવા મળ્યો છે. જાણો શું છે સર્વે અને તેમાં શું તારણ કાઢવામાં આવ્યું છે.


 


વધારી શકાય છે આવકવેરા મુક્તિની મર્યાદા


માર્કેટિંગ ડેટા અને એનાલિસિસ કંપની કંતારના સર્વેમાં આ તારણ કાઢવામાં આવ્યું છે. ‘ભારત સામાન્ય બજેટ સર્વે’ની બીજી આવૃત્તિમાં કંતારને જાણવા મળ્યું કે ગ્રાહક આવકવેરાના સંબંધમાં નીતિમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી શકે છે. આમાં આવકવેરા મુક્તિની મર્યાદા હાલના 2.5 લાખ રૂપિયાથી વધારી શકાય છે. સર્વે અનુસાર, મેક્રો ઇકોનોમિક સ્તરે મોટાભાગના લોકોની વિચારસરણી હજુ પણ સકારાત્મક છે.


 


50 ટકા લોકોનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થાનો થશે વિકાસ


કંતારે કહ્યું, 50 ટકા લોકોનું માનવું છે કે આ વર્ષે 2023માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ થશે, 31 ટકા લોકો માને છે કે તેની ગતિ ધીમી થઈ જશે. નાના શહેરો 54 ટકા સાથે મેટ્રો કરતાં વધુ સકારાત્મક છે.જોકે, વૈશ્વિક આર્થિક મંદીનો ડર અને કોવિડ-19નો પ્રકોપ ફરી શરૂ થવાની આશંકા ભારતીયોને ખૂબ જ સતાવી રહી છે.


 


4માંથી 3 ભારતીયોને નોકરી ગુમાવવાનો ડર


રિપોર્ટ અનુસાર, 4માંથી 3 લોકો વધતી મોંઘવારીથી ચિંતિત છે. તેઓ તેની સાથે વ્યવહાર કરવા માટે ઘણા નિર્ણાયક પગલાં લેવાનું વિચારી રહ્યા છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 4માંથી 3 ભારતીયોને તેમની નોકરી ગુમાવવાનો ડર છે. સમૃદ્ધ વર્ગમાં (32 ટકા), 36-55 વર્ષની વય જૂથમાં (30 ટકા) અને પગારદાર વર્ગમાં (30 ટકા) તે નોંધપાત્ર રીતે વધારે છે.


 


બજેટથી શું અપેક્ષા


આગામી બજેટમાંથી શું અપેક્ષાઓ છે, તેના સંબંધમાં સર્વેમાં જાણવા મળ્યું છે કે ગ્રાહકો આવકવેરાને લઈને નીતિગત ફેરફારોની જાહેરાતની અપેક્ષા કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું, “મૂળભૂત આવકવેરા છૂટ મર્યાદાને હાલના 2.5 લાખ રૂપિયાથી વધારવાની સૌથી વધુ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, ગ્રાહકો ઇચ્છે છે કે 30 ટકા ટેક્સની મર્યાદા (હાલના રૂ. 10 લાખથી) વધારવામાં આવે. પ્રથમ માંગ સૌથી વધુ 42 ટકા પગારદાર વર્ગમાં રહી છે. આ જ અપેક્ષા ઉદ્યોગપતિઓ/સ્વ-રોજગાર (37 ટકા) અને 36-55 વર્ષની વય જૂથ (42 ટકા)માં વધારે છે.


 


ક્યારે કરાયો હતો સર્વે


આ સર્વે 12 ભારતીય શહેરો (મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ, ઈન્દોર, પટના, જયપુર અને લખનઉ ) માં 21-55 વર્ષની વયજૂથના લોકોની વચ્ચે 15 ડિસેમ્બર, 2022થી 15 જાન્યુઆરી, 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં, 2023માં દેશના વ્યાપક આર્થિક પ્રદર્શન અંગે ભારતીયોની વિચારસરણી મોટાભાગે સકારાત્મક છે. તેમને ભારતના વિકાસમાં વિશ્વાસ છે.

Share This Article