Gold Price Today: આજે, 15 ફેબ્રુઆરી 2025 ના રોજ, સોના અને ચાંદીના ભાવમાં ફરી ફેરફાર જોવા મળ્યો છે. લગ્નની સિઝનમાં આ સોનું અને ચાંદીનો ભાવ સતત ઉપર અને નીચે થઈ રહ્યો છે. શનિવારે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. સોનું ફરી એકવાર 87,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયું છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો જાણીએ આજનો નવીનતમ ભાવ.
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ આજે 87,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનું 80,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામમાં પર પહોંચી ગયું છે.
અમદાવાદમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારે આજે 24 કેરેટ સોનાનો ભાવ 87,210 રુપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,950 રૂપિયાની આસપાસ છે.
સોના ભાવમાં વધારો થયો છે પણ ચાંદીના ભાવ આજે પણ સ્થિર છે આજે ચાંદીની કિંમત 99,400 રૂપિયા પ્રતિ કિલો પર છે.
ખાસ કરીને લગ્નની સિઝનમાં સોના-ચાંદીની સતત માંગ વધી રહી છે. ત્યારે લગ્નની સિઝનમાં ભાવમાં વધઘટ થાય છે. આથી સોનું ખરીદતા લોકો એ યોગ્ય સમય જોઈને જ ખરીદી કરવી જોઈએ . યાદ રાખો, વિવિધ શહેરોમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો તફાવત હોઈ શકે છે, તેથી ખરીદતા પહેલા, કૃપા કરીને તમારા નજીકના બજારમાં કિંમત તપાસો.
સોના અને ચાંદીના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજાર, ચલણ વિનિમય દર, માંગ અને પુરવઠો વગેરે. તેથી, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા નવીનતમ કિંમતોથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે. છેવટે, સોનું અને ચાંદી માત્ર ઝવેરાત તરીકે જ નહીં પણ રોકાણ તરીકે પણ મહત્વપૂર્ણ છે. તેમની કિંમતોમાં થતા ફેરફારો પર નજર રાખવી અને યોગ્ય સમયે રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક બની શકે છે.

