Life Certificate Deadline: પેન્શન રોકાઈ જશે! ૩૦ નવેમ્બર, ૨૦૨૫ પહેલાં આ કામ પતાવી દો; હવે ઘરે બેઠાં જ લાઈફ સર્ટિફિકેટ જમા કરો

Arati Parmar
3 Min Read
Life Certificate Deadline: સરકાર પાસેથી પેન્શન લઈ રહેલા લોકો માટે દર વર્ષે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું ફરજિયાત છે. દર વર્ષે પેન્શનધારકો પાસેથી જીવન પ્રમાણપત્ર લેવાનો ઉદ્દેશ્ય એ જ છે કે પેન્શન માત્ર અસલી લાભાર્થીઓ સુધી પહોંચે અને કોઈ પણ ફ્રોડ કરીને પેન્શન ન લઈ શકે. આ સર્ટિફિકેટ પેન્શન ચાલુ રાખવાની મહત્વની શરત છે. આ જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની છેલ્લી તારીખ છે 30 નવેમ્બર, 2025. એટલે કે તમારી પાસે આ જરૂરી કામ કરવા માટે હવે માત્ર 3 જ દિવસ બચ્યા છે. જો કોઈ પેન્શનભોગી 30 નવેમ્બર સુધી લાઇફ સર્ટિફિકેટ જમા નહીં કરાવે, તો તેમનું પેન્શન રોકાઈ જશે.
જીવન પ્રમાણપત્ર જમા કરાવવું માત્ર એક ફોર્માલિટી નથી, પરંતુ એક જરૂરી પ્રોસેસ છે. જે સરકારે પારદર્શિતા જાળવી રાખવા માટે શરૂ કરી છે. પહેલાં જીવન પ્રમાણપત્ર બેન્ક કે પોસ્ટ ઓફિસમાં જમા કરાવવું પડતું હતું. આ થકવી નાંખતી પ્રોસેસ હતી, કારણ કે બેન્ક કે પોસ્ટ ઓફિસમાં મોટી ભીડ લાગતી હતી. લોકોએ લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહીને રાહ જોયા બાદ પોતાનું સર્ટિફિકેટ જમા કરાવવું પડતું હતું. પરંતુ હવે પેન્શનધારક પોતાના ઘરેથી જ જીવન પ્રમાણ પોર્ટલ કે જીવન પ્રમાણ એપ દ્વારા સર્ટિફિકેટ જમા કરાવી શકે છે.

આ રીતે લાઇફ સર્ટિફિકેટ કરો સબમિટ

પેન્શનધારકો નજીકની બેન્ક બ્રાન્ચ, પોસ્ટ ઓફિસ કે કોમન સર્વિસ સેન્ટર જઈને ઓફલાઇન સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. સાથે જ જેઓ ડિજિટલ પ્રોસેસ કરાવવા માંગે છે, તેઓ જીવન પ્રમાણ એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠાં સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. પેન્શનભોગીઓને લાઇફ સર્ટિફિકેટ જમા કરાવતી વખતે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર, આધાર નંબર, બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ (જ્યાં પેન્શન જમા થશે) અને આધાર લિંક્ડ મોબાઈલ નંબર આપવાનો રહે છે.
– પોતાના મોબાઈલ ફોનમાં Google Play Storeથી ‘AadhaarFaceRD’ અને ‘Jeevan Pramaan Face App’ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
– પોતાના સ્માર્ટફોનમાં ઓછામાં ઓછો 5MP ફ્રન્ટ કેમેરા હોવો જોઈએ.
– એપની મદદથી પેન્શનરે પોતાના ફેસનું સ્કેનિંગ કરીને ફોટો લેવો.
– માંગેલી વિગતો દાખલ કરો.
– ફોટો સ્કેન અને વિગતો ચકાસીને સબમિટ કરી દો.
– સબમિશન બાદ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS આવશે, જેમાં એક લિંક હશે.
– આ લિંક ખોલીને પોતાનું લાઇફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો.
Share This Article