London Road Tax: લંડનમાં ભારત પર 10.7 મિલિયન પાઉન્ડનો રોડ ચાર્જ બાકી, અમેરિકા-ચીન બાદ ચોથા સ્થાને

Arati Parmar
3 Min Read

London Road Tax: લંડનના રોડના ઉપયોગને લઈને એક બિલ સામે આવ્યું છે. તેમાં મોટા-મોટા દેશોની બાકીદારી બહાર આવી છે. આ રકમ આશરે 2,249 કરોડ રૂપિયા છે. લંડન ટ્રાન્સપોર્ટના 2003થી 2026 સુધીના આંકડા અનુસાર, વિદેશી દૂતાવાસો પર કુલ 17.38 કરોડ પાઉન્ડ (લગભગ 2,249 કરોડ રૂપિયા)નો રોડ ટેક્સ અને દંડ બાકી છે. ભારતીય હાઈ કમિશન આ કુલ દેવાના 6.2% બાકીદારી સાથે ચોથા સૌથી મોટા દેવાદાર છે.

લંડનમાં ભારતના ડિપ્લોમેટિક મિશન પર રસ્તાના ઉપયોગ માટેનો બાકી દંડ 1.07 કરોડ પાઉન્ડ (10.7 મિલિયન પાઉન્ડ)થી વધુ થઈ ગયો છે. આ રીતે સૌથી વધુ બાકી ‘કન્જેશન ચાર્જ’ (ભીડવાળા વિસ્તારોમાં વાહન ચલાવવાનો ચાર્જ) ધરાવતા આંતરરાષ્ટ્રીય દૂતાવાસોની યાદીમાં ભારત ચોથા સ્થાને છે.

- Advertisement -

આંકડા શું કહે છે?

‘ટ્રાન્સપોર્ટ ફોર લંડન’ના 2003થી 2026ના મધ્ય સુધીના સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે વિદેશી ડિપ્લોમેટિક મિશનો પર કુલ મળીને આશરે 17.38 કરોડ પાઉન્ડનો ડ્રાઇવિંગ ચાર્જ અને દંડ બાકી છે. આ કુલ બાકી રકમમાં ભારતના હાઈ કમિશનનો હિસ્સો આશરે 6.2% છે. ભારત કરતાં વધુ બાકી રકમ માત્ર અમેરિકા (£16.31 મિલિયન), ચીન (£13.09 મિલિયન) અને જાપાન (£11.26 મિલિયન)ની છે.

કયા દેશ પર કેટલી બાકીદારી?

રેન્કદેશબાકી દેવું
1અમેરિકા£16,309,935
2ચીન£13,088,720
3જાપાન£11,255,868
4ભારત£10,794,005
5નાઈજીરિયા£9,755,675
6પોલેન્ડ£6,451,360
7રશિયા£6,206,355
8કઝાકિસ્તાન£6,014,905
9ઘાના£5,916,765
10જર્મની£4,915,120

શા માટે ચુકવણી કરવામાં આવી નથી?

લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનું મુખ્ય કારણ આ ચાર્જની વ્યાખ્યાને લઈને કાનૂની ચર્ચા છે. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી અને સરકારી અધિકારીઓ ‘કન્જેશન ચાર્જ’ને સ્થાનિક ટેક્સને બદલે ‘સેવા માટેનો ચાર્જ’ માને છે. તેનો અર્થ એ છે કે વિદેશી દૂતાવાસના કર્મચારીઓએ તેની ચુકવણી કરવી પડશે.

- Advertisement -

તેની વિરુદ્ધ ભારત, અમેરિકા અને જાપાન સહિત અનેક વિદેશી પ્રતિનિધિમંડળો તેને સીધો ટેક્સ માને છે. ‘ડિપ્લોમેટિક સંબંધો પર વિયેના કન્વેન્શન’ના આર્ટિકલ 34નો હવાલો આપીને આ દેશો બે દાયકાથી વધુ સમયથી ચુકવણી કરી રહ્યા નથી. આર્ટિકલ 34 ડિપ્લોમેટિક મિશનોને સ્થાનિક ટેક્સમાંથી મુક્તિ આપે છે.

દક્ષિણ એશિયામાં ભારત પર સૌથી વધુ બાકી ચાર્જ છે. ત્યારબાદ પાકિસ્તાનનું હાઈ કમિશન છે, જેના પર 4,116,630 પાઉન્ડ બાકી છે, જ્યારે શ્રીલંકા પર 1,032,720 પાઉન્ડ, માલદીવ પર 352,880 પાઉન્ડ અને બાંગ્લાદેશ પર 30,990 પાઉન્ડ બાકી છે.

- Advertisement -

ટ્રાન્સપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે તેઓ ડિપ્લોમેટિક ચેનલો દ્વારા રોડ ચાર્જ અને તેની સાથે જોડાયેલા દંડની સંપૂર્ણ રકમ વસૂલવા માંગે છે. તેઓ બાકી રકમ માફ કરવાની કોઈપણ વિનંતીને નકારી કાઢે છે.

Share This Article