New Labour Law Gratuity: ગ્રેજ્યુટીમાં મોટો વધારો: ₹૬ લાખથી ₹૨૪ લાખ CTC પર કેટલી મળશે ગ્રેજ્યુટી? નવા નિયમથી સેલેરીના ૫૦% ભથ્થા સામેલ થશે

Arati Parmar
5 Min Read

New Labour Law Gratuity: દેશમાં હવે સરકારે નવો લેબર લો લાગુ કરી દીધો છે. જેમાં કર્મચારીઓના હિત માટે ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. 21 નવેમ્બરથી લાગુ થયેલા આ કાયદા હેઠળ ગ્રેજ્યુટીના નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. એટલે કે નવા કાયદા હેઠળ હવે ગ્રેજ્યુટીનું કેલ્ક્યુલેશન પણ બદલાઈ જશે. જો તમારું સેલેરી પેકેજ 6 લાખ, 12 લાખ કે 24 લાખ રૂપિયા છે, તો નવા નિયમ હેઠળ તમને કેટલી ગ્રેજ્યુટી મળશે?

નવા લેબર લો હેઠળ બે એવા નિયમો બદલ્યા છે, જે ગ્રેજ્યુટીના કેલ્ક્યુલેશન પર સીધી અસર કરશે. સૌ પ્રથમ હવે ફિક્સ્ડ ટર્મ માટે ભરતી કરવામાં આવેલા અને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવેલા કર્મચારીઓને પણ ગ્રેજ્યુટીનો અધિકાર મળશે. આવા કર્મચારીઓ હવે 1 વર્ષ નોકરી કર્યા બાદ ગ્રેજ્યુટીનો હક મળી જશે. જોકે, કાયમી કર્મચારીઓ માટે આજે પણ સર્વિસના સમયગાળાના 5 વર્ષ પૂર્ણ થયા બાદ જ ગ્રેજ્યુટી મળશે. તેનો અર્થ છે કે નવા કાયદામાં પણ કાયમી કર્મચારીઓ માટે ગ્રેજ્યુટીના સમયગાળામાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ અસ્થાયી કે ફિક્સ્ડ ટર્મવાળા કર્મચારીઓ માટે હવે આ સમય માત્ર 1 વર્ષ સુધી નક્કી કરવામાં આવ્યો છે.
ગ્રેજ્યુટીમાં સામેલ થશે અન્ય ભથ્થાઓ :- નવા નિયમ હેઠળ ગ્રેજ્યુટીની ગણતરી કરતી સમયે હવે માત્ર બેઝિક સેલેરી જ નહીં ગણવામાં આવે, પરંતુ તેમાં અન્ય મોંઘવારી ભથ્થાઓ અને અન્ય અલાઉન્સ પણ સામેલ હશે. કર્મચારીઓને મળનારી તમામ સુવિધાઓના 50 ટકા ગ્રેજ્યુટીમાં ગણીને કેલ્ક્યુલેટ કરવામાં આવશે. નવા લેબર લો હેઠળ જો કર્મચારીઓની બેઝિક સેલેરીમાં વધારો થશે તો તેમનું પીએફ, ગ્રેજ્યુટીમાં પણ વધારો થઈ શકે છે.
નવા એક્ટરમાં કેવી રીતે થશે ગ્રેજ્યુટીની ગણતરી :- ધારો કે કર્મચારીને દર મહિને કુલ 70 હજાર રૂપિયા સેલેરી મળે છે, જેમાં 30 હજાર રૂપિયા બેઝિક સેલેરી તરીકે અને 40 હજાર રૂપિયા અન્ય ભથ્થા તરીકે આપવામાં આવે છે. 10 વર્ષની નોકરી પછી જો ગ્રેજ્યુટીની ગણતરી કરવામાં આવે તો કેટલા પૈસા મળશે. આ સેલેરીને નવા અને જૂની ગ્રેજ્યુટી નિયમો સાથે કેલ્ક્યુલેટ કરવામાં આવે તો કેટલા પૈસા મળશે.
વર્તમાન નિયમ અનુસાર: વર્તમાન નિયમ હેઠળ ગ્રેજ્યુટીની ગણતરી 30 હજાર રૂપિયાની થશે. તેના પર ગ્રેજ્યુટી ફોર્મ્યુલા અપ્લાય થશે. 30,000*10*15/26= કુલ ગ્રેજ્યુટી રૂ. 1,73,076 થશે.
નવા નિયમ હેઠળ: ગ્રેજ્યુટીના નવા નિયમ હેઠળ બેઝિક કરતા જે પણ વધારે રકમ અન્ય ભથ્થામાં આપવામાં આવશે, તેના 50 ટકા ફરી ગ્રેજ્યુટીમાં ઉમેરીને ગણતરી કરવામાં આવશે. તેનો અર્થ છે કે અન્ય બાબતોમાં આપવામાં આવતી 40 હજારની રકમ 30 હજાર રૂપિયાના બેઝિક કરતા 10 હજાર વધારે છે. એટલે તેના 50 ટકા એટલે કે 5 હજાર રૂપિયા બેઝિકમાં ઉમેરીને કેલ્ક્યુલેશન કરવામાં આવશે. જેથી, બેઝિક થશે 35 હજાર રૂપિયા અને કેલ્ક્યુલેશન માટે ઉપર મુજબ જ ફોર્મ્યુલા અપ્લાય કર્યા બાદ ગ્રેજ્યુટી રૂ. 2,01,923 થશે એટલે કે નવા નિયમમાં 29 હજાર રૂપિયા વધારે ગ્રેચ્યુટી મળશે.
6 લાખ CTC પર કેટલી થશે ગ્રેજ્યુટી :- ધારો કે તમારું કુલ CTC 6 લાખ રૂપિયા વાર્ષિક છે અને બેઝિક સેલેરી તેની અડધી એટલે કે 3 લાખ રૂપિયા થશે. એવામાં આખું વર્ષ કામ કરનારાને વર્તમાન અને નવા નિયમો હેઠળ કેટલી ગ્રેજ્યુટી મળશે. બેઝિકના અડધા એટલે કે 1.5 લાખ રૂપિયા HRA આપવામાં આવે છે અને 36 હજાર રૂપિયા PFમાં આવે છે, તો કંપનીને આખી સેલેરી બેલેન્સ કરવા માટે વર્તમાન નિયમ હેઠળ રૂ. 99,570 અન્ય અલાઉન્સમાં નાંખવા પડશે.
જ્યારે નવા નિયમમાં 95 હજાર રૂપિયા અન્ય અલાઉન્સમાં નાંખવા પડશે. તેથી જ્યારે ગ્રેજ્યુટીની ગણતરી કરવામાં આવે તો વર્તમાન નિયમમાં માત્ર 3 લાખ બેઝિક સેલેરીને જ આધાર બનાવવામાં આવશે, જ્યારે નવા નિયમો હેઠળ, ગ્રેજ્યુટીની ગણતરી બેઝિકમાં 95 હજાર રૂપિયાના અન્ય અલાઉન્સ ઉમેરીને કરવામાં આવશે.
12 લાખ CTC પર કેવી રીતે થશે કેલ્ક્યુલેશન? :- જો કોઈ વ્યક્તિનું CTC 12 લાખ રૂપિયા છે, જે વર્તમાન નિયમ હેઠળ બેઝિક થશે 6 લાખ રૂપિયા. તેના 50 ટકા એટલે કે 3 લાખ HRA અને બેઝિકના 4.81 ટકા એટલે કે રૂ. 28,860 ગ્રેજ્યુટીમાં કન્ટ્રીબ્યૂશન થશે. પીએફમાં 72 હજાર નાંખ્યા બાદ પણ કંપનીને બેલેન્સ કરવા માટે રૂ.1,99,140 અન્ય ભથ્થા તરીકે આપવા પડશે.
અન્ય બાબતો હેઠળ 1.90 લાખ રૂપિયા આપવામાં આવશે. પરંતુ, ગ્રેજ્યુટી કેલ્ક્યુલેશન કરતી સમયે વર્તમાન નિયમમાં માત્ર 6 લાખ રૂપિયા બેઝિક ગણવામાં આવશે, જ્યારે નવા નિયમમાં ગ્રેચ્યુટીની ગણતરી 7.9 લાખ રૂપિયા પર થશે.
24 લાખના CTC પર કેવી રીતે થશે ગણતરી? :- જો કોઈ કર્મચારીનું CTC 24 લાખ છે, તો તેના 50 ટકા એટલે કે 12 લાખ બેઝિક થશે અને તેના 50 ટકા એટલે 6 લાખ HRA થશે. પીએમમાં બેઝિકમાં 12 ટકા જશે એટલે કે 1.44 લાખ રૂપિયા. જ્યારે બેલેન્સ કરવા માટે અન્ય બાબતોમાં વર્તમાન નિયમ હેઠળ રૂ.3,98,280 આપવા પડશે.
જ્યારે નવા નિયમમાં રૂ.3,80,002 નાંખવા પડશે. જોકે, જ્યારે ગ્રેજ્યુટીની ગણતરી થશે તો વર્તમાન નિયમ હેઠળ માત્ર 12 લાખ રૂપિયા પર જ કેલ્ક્યુલેશન કરવામાં આવશે, જ્યારે નવા નિયમમાં 15.80 લાખ રૂપિયા પર ગ્રેજ્યુટીની ગણતરી થશે.
Share This Article