Power of Compounding: લોકોને લાગે છે કે ઇન્વેસ્ટિંગ એટલે કે રોકાણની શરૂઆત કરવા માટે મોટી રકમની જરૂર પડે છે. પરંતુ હકીકતમાં મોટું ફેક્ટર પૈસા નહીં, પરંતુ સમય હોય છે. જેટલી જલદી તમે રોકાણ શરૂ કરો છો, એટલા વધુ સમય તમારા પૈસાને વધવાની તક મળે છે. ફંડ્સઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, જો તમે 12 ટકાના વાર્ષિક રિટર્ન રેટ પર રોકાણ કરો છો, તો 60ની ઉંમર સુધીમાં તમારા પૈસા કેટલી વાર સુધી વધી શકે છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે શરૂઆત ક્યારે કરી?
20ની ઉંમરે 93 ગણો અને 40ની ઉંમરે માત્ર 10 ગણો ફાયદો :- રિપોર્ટ અનુસાર, 20 વર્ષની વયે રોકાણ શરૂ કરશો, તો રુપિયા 93 ગણા સુધી વધી શકે છે. ત્યારબાદ, 25 વર્ષની વયે 53 ગણા, 30 વર્ષની વયે 30 ગણા, 35 વર્ષની વયે 17 ગણા, 40 વર્ષની વયે 10 ગણા, 45 વર્ષની વયે 5.5 ગણા, 50 વર્ષની વયે 3.1 ગણા, 55 વર્ષની વયે માત્ર 1.8 ગણા વધે છે.
આ અંતર દર્શાવે છે કે થોડા જ વર્ષો મોડું કરવાથી પણ તમારી સંભવિત સંપત્તિ અડધી થઈ શકે છે. કારણ કે કમ્પાઉન્ડિંગનો જાદૂ સમય સાથે જ વધે છે.
કેવી રીતે કાર્ય કરે છે કમ્પાઉન્ડિંગ ફેક્ટર? :- અહીં તેને એક ઉદાહરણથી સમજીશું. જો કોઈ વ્યક્તિ 20 વર્ષની વયે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો 60 વર્ષની વય સુધીમાં તે રકમ લગભગ 93 લાખ રૂપિયા થઈ જાય છે. પરંતુ તે જ 1 લાખ રૂપિયા જો 40 વર્ષની વયે રોકાણ કરવામાં આવે, તો તે માટે 10 લાખ રૂપિયા સુધી જ વધશે. ફર્ક રોકાણની રકમનો નથી, પરંતુ શરૂઆતના સમયનો છે.
તેને પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કહેવાય છે, એટલે કે તમારા રોકાણથી મળનાર વ્યાજ પણ આગામી સમયમાં વ્યાજ કમાવા લાગે છે. આ “વ્યાજ પર વ્યાજ”ના પ્રભાવ સમય સાથે ઝડપથી વધે છે અને આ જ વેલ્થ ક્રિએશનની અસલી તાકાત છે. શરૂઆતના વર્ષોમાં આવક ભલે ઓછી હોય, પરંતુ નાનું રોકાણ પણ લાંબા ગાળામાં મોટું રૂપ ધારણ કરી શકે છે, જો તેને સમય આપવામાં આવે.
આજે જ શરૂ કરો રોકાણ :- જો તમે તમારા 20s કે શરૂઆતના 30sમાં છો, તો સૌથી સમજદાર ફાઇનાન્શિયલ પગલું એ જ છે કે હાલ જ રોકાણની શરૂઆત કરી દો, ભલે ને તે નાની રકમ કેમ ન હોય. સતત રોકાણ અને લાંબા ગાળામાં ધીરજ તમારી સંપત્તિને અનેક ગણી વધારી શકે છે.

