Robert Kiyosaki ની સલાહ: અમીર લોકો પૈસા બચાવતા નથી, જાણો Investment અંગે શું કહ્યું

Arati Parmar
3 Min Read

Robert Kiyosaki: તમે તમારા પૈસાનું શું કરો છો? ગોલ્ડ, સિલ્વર, મ્યુચ્યુઅલ ફંડ, શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે પછી તમારા પૈસા બેંક અને FDમાં રાખો છો? રિચ ડેડ, પુઅર ડેડ પુસ્તકના લેખક અને રોકાણકાર રોબર્ટ કિયોસાકીનું કહેવું છે કે અમીર લોકો પૈસા બચાવતા નથી. તેમની સલાહમાંથી તમારે શું શીખવું જોઈએ? તેની સાથે જ રોબર્ટ કિયોસાકીએ એ પણ જણાવ્યું છે કે અમેરિકાનું દેવું ધીમે-ધીમે વધી રહ્યું છે. આવો સરળ ભાષામાં સમજીએ કે આખરે રોબર્ટ કિયોસાકી રોકાણકારોને શું સલાહ આપવા માંગે છે.

રોબર્ટ કિયોસાકીની રોકાણકારોને સલાહ

- Advertisement -

રોકાણકાર રોબર્ટ કિયોસાકી અવારનવાર રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ સંબંધિત સલાહ આપતા રહે છે. આ વખતે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે વર્ષ 2008માં આવેલા મોટા આર્થિક સંકટ પહેલાં અમેરિકાનું દેવું અંદાજે 9.5 ટ્રિલિયન ડોલર હતું. હાલમાં US Dollar નું મૂલ્ય ઘટી રહ્યું છે અને અમેરિકાનું દેવું લગભગ 39 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી રહ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે અમેરિકા સરકાર દર 90 દિવસમાં એક ટ્રિલિયન ડોલર છાપી રહી છે.

શું તમે પૈસા બચાવી રહ્યા છો?

- Advertisement -

રોબર્ટ કિયોસાકીએ રોકાણકારોને સવાલ કર્યો છે કે શું તમે પૈસા બચાવી રહ્યા છો? તેમણે લોકોને પોતાની પુસ્તકનો એક નિયમ યાદ અપાવ્યો કે અમીર લોકો પૈસા બચાવતા નથી.

- Advertisement -

તેની સાથે તેમણે એ પણ જણાવ્યું કે વર્ષ 1965થી તેઓ સિલ્વર એકત્રિત કરી રહ્યા છે, વર્ષ 1971થી ગોલ્ડ એકત્રિત કરી રહ્યા છે, વર્ષ 2012થી બિટકોઇન ખરીદી રહ્યા છે અને વર્ષ 2022થી ઇથેરિયમમાં રોકાણ કરી રહ્યા છે.

રોકાણકારોએ શું કરવું જોઈએ?

આજે પણ ઘણા રોકાણકારો એવી ભૂલ કરે છે કે તેઓ પોતાના પૈસા બેંક એકાઉન્ટમાં રાખે છે અથવા ફિક્સ ડિપોઝિટ (FD) માં મૂકે છે, અથવા એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે જ્યાં મળતું વળતર મોંઘવારીને પાછળ છોડી શકતું નથી.

આવી સ્થિતિમાં તમારે સમજવું જોઈએ કે પૈસા ક્યાં રોકવા જોઈએ. શું તમને એટલું વળતર મળી રહ્યું છે કે થોડાં વર્ષો પછી વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સારી સંપત્તિ બનાવી શકાય?

રોબર્ટ કિયોસાકી સતત રોકાણકારોને ગોલ્ડ, સિલ્વર, બિટકોઇન અને ઇથેરિયમ ખરીદવાની સલાહ આપતા રહ્યા છે. તેમનું કહેવું છે કે આ એવી એસેટ્સ છે જે લૉન્ગ ટર્મમાં તમને સારો નફો આપી શકે છે.

Share This Article