Senior Citizen FD: જો તમે વરિષ્ઠ નાગરિક છો અને તમારા રોકાણ પર સુરક્ષિત અને સ્થિર વળતર ઈચ્છો છો, તો તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરી શકો છો. એફડી આજે પણ એક લોકપ્રિય વિકલ્પ બની રહ્યું છે. વળી ખાસ વાત એ છે કે મોટાભાગની બેંકો વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકોની તુલનામાં વધુ વ્યાજ દરથી વળતર આપે છે. આજે અમે તમને દેશની અલગ-અલગ બેંકોની તે એફડી વિશે જણાવવાના છીએ, જેમાં વરિષ્ઠ નાગરિકો રોકાણ કરીને ઘણું સારું અને ઉચ્ચ વળતર મેળવી શકે છે. આવો જાણીએ.
વરિષ્ઠ નાગરિકો માટે સ્મોલ ફાઈનાન્સ બેંક એફડી
સ્મોલ ફાઈનાન્સ બેંકો આ સમયે વરિષ્ઠ નાગરિકોને સૌથી વધુ વ્યાજ દરથી વળતર ઓફર કરી રહી છે. શિવાલિક સ્મોલ ફાઈનાન્સ બેંક ૮.૩ ટકાના દરે વ્યાજ આપી રહી છે, જે અત્યાર સુધી સૌથી વધુ છે. આવા સમયે વરિષ્ઠ નાગરિકો આ એફડીમાં રોકાણ કરી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે અન્ય આકર્ષક એફડી કંઈક આ મુજબ છે:
શિવાલિક સ્મોલ ફાઈનાન્સ બેંક- ૮.૩ ટકા (૨૧ મહિના ૧ દિવસ થી ૨૨ મહિના)
ઈક્વિટસ સ્મોલ ફાઈનાન્સ બેંક- ૮.૨૫ ટકા (૮૮૮ દિવસ)
ESAF સ્મોલ ફાઈનાન્સ બેંક- ૮.૨૫ ટકા (૨ વર્ષ થી ઓછું ૩ વર્ષ)
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક- ૮.૨૫ ટકા (૩૦ મહિના)
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક- ૮.૨૫ ટકા (૬૬૬ દિવસ)
વરિષ્ઠ નાગરિકો માટે પ્રાઈવેટ બેંક એફડી
પ્રાઈવેટ સેક્ટર બેંકોની વાત કરીએ તો DCB બેંક વરિષ્ઠ નાગરિકોને ૮ ટકા સુધી વ્યાજ આપી રહી છે. વળી મોટી ખાનગી બેંકોમાં ICICI બેંક અને HDFC બેંકના વ્યાજ દરો પ્રમાણમાં ઓછા છે. અન્ય ખાનગી બેંકોના વ્યાજ દરો કંઈક આ મુજબ છે:
DCB બેંક- ૮.૦૦ ટકા
SBM બેંક ઈન્ડિયા- ૭.૮૦ ટકા
બંધન બેંક- ૭.૭૫ ટકા
ઈન્ડસઈન્ડ બેંક- ૭.૭૫ ટકા
યસ બેંક- ૭.૭૫ ટકા
વરિષ્ઠ નાગરિકો માટે સરકારી બેંક એફડી
સરકારી બેંકોની વાત કરીએ તો બેંક ઓફ ઈન્ડિયા વરિષ્ઠ નાગરિકોને ૭.૪૫ ટકા સુધી વ્યાજ આપી રહી છે. અન્ય સરકારી બેંકોના વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દરો કંઈક આ મુજબ છે:
બેંક ઓફ ઈન્ડિયા- ૭.૪૫ ટકા
ઈન્ડિયન બેંક- ૭.૩૦ ટકા
પંજાબ એન્ડ સિંધ બેંક- ૭.૨૫ ટકા
બેંક ઓફ મહારાષ્ટ્ર- ૭.૧૫ ટકા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા- ૭.૧૫ ટકા
આ પણ વાંચો: Health Insurance Portability શું છે? જૂના ફાયદા ગુમાવ્યા વિના આ રીતે બદલો તમારી વીમા કંપની – Newz Cafe

