BEL Recruitment 2025: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ પ્રોબેશનરી એન્જિનિયરની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો BELની સત્તાવાર વેબસાઈટ, bel-india.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર, 2025 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલા અરજી કરવાની રહેશે.
ખાલી જગ્યાઓની વિગતો
આ ભરતી પ્રક્રિયા હેઠળ, સંસ્થા 340 જગ્યાઓ પર ભરવામાં આવશે.
- પ્રોબેશનરી એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ) E-II ગ્રેડ: 175 જગ્યાઓ
- પ્રોબેશનરી એન્જિનિયર (મિકેનિકલ) E-II ગ્રેડ: 109 જગ્યાઓ
- પ્રોબેશનરી એન્જિનિયર (કોમ્પ્યુટર સાયન્સ) E-II ગ્રેડ: 42 જગ્યાઓ
- પ્રોબેશનરી એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ) E-II ગ્રેડ: 14 જગ્યાઓ
કોણ કરી શકે છે અરજી?
વિવિધ પ્રોબેશનરી એન્જિનિયર જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારો પાસે સંબંધિત શાખામાં ચાર વર્ષની એન્જિનિયરિંગ ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારોની ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. OBC માટે ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષ અને SC અને ST માટે પાંચ વર્ષ સુધી છૂટ આપવામાં આવી છે.

